Gujarat News: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાએ આખા રાજ્યની ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે જ અંકલેશ્નરમાં એક 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે ત્યારે હવે સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસ ખાડામાં ઉતરી ગઇ હતી.
કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. એવામાં વધારે એક કેસ સામે આવતા લોકોમાં ચિંતા વધી ગઈ છે. એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવવાના કિસ્સામાં માહિતી મળી રહી છે કે કોઇ જાનહાનિના સમાચાર નથી. એસટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા 108 ને જાણ કરી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડયા હતા.
રસ્તા પર લોહીથી લથપથ પડ્યો હતો શખ્સ, લોકો વીડિયો બનાવતા રહ્યા, મોબાઈલ અને પર્સ પણ ચોરી લીધું
રાજી ખુશીથી ફૂલ જેવી દીકરી ત્યજી… ભાવનગરમાં માનવતા મરી ગઈ, રડવાનો અવાજ સાંભળી માલધારી દોડ્યા, પછી….
વિગતો મળી છે કે પાટણ લુણાવાડા રૂટની બસમાં આ ઘટના બની હતી. ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ અટેક આવતા બસ બેકાબૂ બની હતી અને બસ ખાડામાં ઉતરી ગઇ હતી જો કે સદભાગ્યે પેસેન્જર્સનો આબાદ બચાવ થયો હતો. પોલાજપુર પાટિયાથી વિજાપુર હાઇવે પર બસ ખાડામાં ઉતરી ગઇ હતી.