હાલમાં સુરતથી એક રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળ્યું કે પોલીસકર્મીની બહાદુરી અને સતર્કતાથી વૃદ્ધને બહાર કાઢવામાં સફળતા મળી છે. પોલીસકર્મીએ ફાયર વિભાગને જાણ પણ કરી હોવાનું કહેવામાં આવે છે, પરંતુ ફાયરની ટીમ પહોંચે ત્યાં સુધીમાં વૃદ્ધ પાણીમાં ડૂબીને મોત થઈ શકે એવી હાલત હતી.
જેથી ફાયરની રાહ જોયા વગર પોલીસકર્મી જાતે જ વર્દી સાથે પાણીમાં કૂદ્યા અને જીવ બચાવી લીધો હતો. આ વાત છે સુરતની. સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની બહાદૂરી ચર્ચાનો વિષય બની છે. સુરતમાં પોલીસકર્મીની સતર્કતા અને બહાદુરીને કારણે એક વૃદ્ધનો જીવ બચ્યો છે.
હાલમાં આ પોલીસની બહાદુરીના ચારેકોર વખાણ કરવામાં આવી રહ્યા છે. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસકર્મીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ વીડિયો ફેસબુક પર પણ એક યુવાને અપલોડ કર્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.
https://www.facebook.com/vandanbhadani/videos/1695317174257223/
ફેસબુક પર વીડિયો અપલોડ કરનાર યુવકે લખ્યું કે- સુરતના ડભોલી સિંગણપોર પોલીસ સ્ટેશનની PCR માં ફરજ નિભાવતા કર્મવીર પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરુ એ ડૂબતા વૃદ્ધને બચાવ્યા. ગઈકાલે સાંજે સિંગણપુર કોઝવે માં એક વૃદ્ધ ડૂબી રહ્યા હોવાનો કંટ્રોલ રૂમને ફોન કોલ મળ્યો હતો.
પહેલી એપ્રિલથી ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો, એકસાથે જીવન જરૂરી 900 દવાઓના ભાવમાં થશે તોતિંગ ભાવવધારો
આ સ્ટૉકમાં થયો પૈસાનો વરસાદ, 1 લાખના થઈ ગયા 3 કરોડથી વધુ, તમે ક્યાંય ડૂબ્યા હોય તો આમા રોકાણ કરો
સારા સમાચાર: લગાતાર બીજા દિવસે સોના-ચાંદીનો ભાવ ગગડ્યો, જાણો ગુજરાતમાં કેટલા હજારમા આવશે એક તોલું
ઘટના સ્થળેથી ચાર કિલોમીટર દૂર આવેલી PCR ને આ કોલ અટેન્ડ કરવાની સૂચના મળતા સાત મિનિટ ના સમયમાં ઘટના સ્થળે પહોંચીને ઘટનાને પારખી જઈને પીસીઆરના ડ્રાઇવર ચિંતન રાજ્યગુરુ એ બહાદુરી બતાવીને વૃદ્ધને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. પોલીસ તેમજ સ્થાનિક વ્યક્તિની મદદથી વૃદ્ધને પાણીની બહાર સહી સલામત કાઢી 108 માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા