વર્લ્ડ કપ પહેલા જ વિરાટ કોહલીને મળશે ડાયમંડ બેટ, કિંમત જાણીને તમને સીધી પેઢીઓનો વિચાર આવશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Indian Cricket Team : વિરાટ કોહલી (Virat Kohli) વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેની ફેન ફોલોઇંગ પણ ઘણી વધારે છે. લોકો વિરાટ કોહલીને લઈને ખૂબ જ ક્રેઝી છે અને હાલમાં જ આનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. સુરતના (surat) એક બિઝનેસમેને કોહલીને બેટ ભેટમાં આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ કોઈ સામાન્ય બેટ નથી પરંતુ લાખો રૂપિયાનું બેટ છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ આ બેટ હીરાનું છે. સુરતના એક બિઝનેસમેને કોહલીને ડાયમંડ બેટ ભેટમાં આપવાનું નક્કી કર્યું છે.

 

આ બેટ 1.04 કેરેટ ઓરિજિનલ ડાયમંડનું હશે. આ બેટ 15 મીટર લાંબું અને પાંચ મીટર પહોળું હશે, જેની કિંમત કુલ રુપિયા 10 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડાયમંડ ટેકનોલોજી એક્સપર્ટ અને લેક્સસ સોફ્ટમેક કંપનીના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રી આ બેટ બનાવવાની પ્રક્રિયાની દેખરેખ રાખશે.

 

આ ઈચ્છા છે 

ઉત્પલે ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે જે વ્યક્તિ કોહલીને આ બેટ ગિફ્ટ કરવા માગે છે તે તેને લેબમાં બનેલા હીરા નહીં પણ નેચરલ ડાયમંડથી બનેલું બેટ આપવા માગે છે. તેમણે કહ્યું કે આ અંગે તેમને કડક સૂચના આપવામાં આવી છે. કોહલીને અનેક પ્રકારની ભેટ મળી હશે પરંતુ ચોક્કસપણે આ ભેટ તેના માટે ખૂબ જ અલગ અને ખાસ હશે. જે વ્યક્તિ કોહલીને ગિફ્ટ આપવા માંગે છે તે તેનો મોટો ફેન છે અને ઘણા વર્ષોથી તેને ફોલો કરી રહ્યો છે.

 

જો તમે પણ શનિ-રવિ ક્યાંય ફરવાનો પ્લાન કરતા હોય તો પહેલા હવામાન વિભાગનું સાંભળી લેજો, મેઘરાજા ધબધબાટી બોલાવશે

અંબાલાલ પટેલની સાવ નવી જ આગાહી, કહ્યું- હવે માખીનો ત્રાસ વધશે, બધા ત્રાહિમામ પોકારશે, જાણો આવું કેમ?

‘બુધ’ની રાશિમાં મંગળના પ્રવેશથી આ લોકોનું ભાગ્ય સુરજની જેમ ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે પાર વગરની સફળતા!

 

એશિયા કપ-વર્લ્ડ કપ પર ફોકસ

વિરાટ કોહલી આ સમયે આરામ કરી રહ્યો છે. વિન્ડિઝ પ્રવાસ બાદ કોહલી હવે તારીખ 30મી ઓગસ્ટથી શરુ થઈ રહેલા એશિયા કપમાં સીધો જ દેખાશે. કોહલી અને ભારત બંને માટે આ ટુર્નામેન્ટ એટલા માટે ઘણી મહત્વની છે કારણ કે તે વન ડે વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીની કસોટી કરશે. એશિયા કપ-2023માં ભારતે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. આ પછી વર્લ્ડ કપ છે અને કોહલી ભારતમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં જબરજસ્ત ચમકવાનો પ્રયાસ કરશે.

 

 

 


Share this Article