સુરતના વેસુ જીડી ગોયેન્કા સ્કૂલ પાસે આવેલા પોદાર રેસિડેન્સીમાં 10માં માળે આગ લાગી હતી. ઘરના ACમાં શોર્ટ સર્કીટ બાદ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં સોફા, ટીવી, એસી, પીઓપી, પંખા, મંદિર અને ફર્નિચરને ભારે નુકશાન પહોચ્યું હતું.
ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, સાંજે પોણા પાંચ વાગ્યાની આસપાસ વેસુ સ્થિત જીડી ગોયેન્કા સ્કૂલ પાસે આવેલા પોદાર રેસિડેન્સીના 10માં માળે આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. અહી હાઈરાઈઝ બિલ્ડિંગ આવેલી હોય ફાયર વિભાગની ટીમ હાઈડ્રોલિક ક્રેઇન, ટીટીએલની સાથે પહોચી હતી.
આગને કારણે ફ્લેટધારકોના જીવ તાળવે ચોંટ્યાં હતા. આગને લીધે ફસાયેલા 2 બાળકો સહિત વૃદ્ધાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વૃદ્ધા બેભાન અવસ્થામાં મળ્યા હતા, જેમને 108થી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની 7થી વધુ ટીમ રાહત બચાવ કામગીરીમાં જોડાઇ હતી. 10માં માળે લાગેલી આગથી ભાગદોડ મચી હતી.
ટાટા ગ્રૂપમાં અહીં રોકાણ કર્યું હોય તો સમજો કરોડપતિ થઈ ગયાં, આવ્યા સારા સમાચાર, 1 લાખને બદલે તમને 7 કરોડ મળશે
એક એવું મંદિર કે જ્યાં પ્રસાદમાં અપાય છે ગાંજો, કારણ જાણીને પહેલી વખતમાં તો માનવામાં નહીં આવે
સીમા સચિન લવ સ્ટોરીઃ પાકિસ્તાની મહિલાઓ સીમા હૈદર વિશે શું વિચારે છે, વીડિયો વાયરલ થતાં ચારેકોર હાહાકાર
10માં માળે આવેલા ઘરના ACમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગતા ત્યાં ધુમાડો નીકળ્યો હતો જેને લઈને ત્યાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.