હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે 24 કલાક દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છવાયેલું રહેશે તેવું જણાવ્યું છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. તેને લઈને સુરતમાં અને છોટા ઉદેપુર જિલ્લામાં વીજળી પડી હતી. જેમાં સુરત જિલ્લામાં વીજળી પડવાની બે ઘટના બની હતી. જેમાં કામરેજમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બારડોલીમાં વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં પણ એક મહિલાનું મોત નીપજ્યું છે.
છોટા ઉદેપુરમાં એક મહિલાનું મોત
કામરેજમાં એક યુવકનું મોત
બારડોલી બાદ કામરેજ તાલુકામાં વીજળી પડી હતી. કામરેજના ડુંગર ચીખલી ગામે વીજળી પડી હતી. ત્યારે ગામની સીમમાં વીજળી પડી હતી. ત્રણ લોકો વરસાદથી બચવા માટે નિલગીરીના ઝાડ નીચે ઊભા હતા. ત્યારે અચાનક વીજળી પડી હતી. તેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
છોટાઉદેપુર તાલુકાના જનીયારા ગામે વીજળી પડતા યુવતીનું મોત નીપજ્યું છે. આંબાના ઝાડ નીચે કામ કરતી યુવતી પર વીજળી પડી હતી. ત્યારે 21 વર્ષીય સુગરીબેન નાયકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
વીજળી પડવાથી બે લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ અલગ વીજળી પડવાની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે બારડોલીના બાબલા ગામે પણ વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું હતું.
24 કલાકમાં હળવા વરસાદની આગાહી
બે યુવકોને સારવાર માટે ખસેડ્યાં
મળતી માહિતી પ્રમાણે, 21 વર્ષીય યુવક પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે કામરેજ પોલીસને આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.