Gujarat Accident News : ગુજરાતમાં મંગળવારે એક કમનસીબ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દાહોદમાં (dahod) એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, રિક્ષા અને ટ્રક વચ્ચેની અથડામણમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. એક વ્યક્તિને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.
દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઈવે પર એક દર્દનાક અને હ્રદય હચમચાવી દેનારો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પાટિયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા જ ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
2000ની નોટની ડેડલાઈન પુરી, તમારી પાસે હજુ પણ હોય તો ચિંતા ન કરતાં, અમદાવાદમાં આ જગ્યાએ બદલી જશે
આ રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે, IMDએ જાહેર કર્યું એલર્ટ, વાદળો કાળા ડિંબાગ થઈ ગયાં!
આ 3 રાશિઓના ઘરે દસ્તક આપવા આવી રહી છે માતા લક્ષ્મી, 29 નવેમ્બર સુધી થશે બેહિસાબ ધનનો વરસાદ
સુરેન્દ્રનગર અકસ્માતમાં 3ના મોત
સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. જાણકારી અનુસાર જમાર ગામ પાસે એક ટ્રક કાર સાથે ટકરાઇ હતી, જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે બીજા બે વ્યક્તિને ગંભીર ઇજા પોહ્ચતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.