જો તમે સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં, નબળા વૈશ્વિક સંકેતો અને રૂપિયાના મૂલ્યમાં સુધારાની વચ્ચે સોમવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. દસ ગ્રામ સોનું 49,571 રૂપિયા સસ્તું થયું છે. એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને હવે તે 57,090 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.
દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનું 303 રૂપિયાના ઘટાડા સાથે 49,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 49,874 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો હાજર ભાવ રૂ. 197 ઘટીને રૂ. 57,090 પ્રતિ કિલો પર આવી ગયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 57,287 પ્રતિ કિલોગ્રામ હતો. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “US FOMC બેઠક પહેલા વ્યાજદરમાં આક્રમક વધારો થવાની આશંકા રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી હતી. આ સિવાય ડૉલરની મજબૂતીથી સોનામાં ઘટાડો થયો છે.
હિંદુ ધર્મની સનાતન સંસ્કૃતિમાં 16 દિવસીય પિતૃ પક્ષ પખવાડિયું માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમામ પ્રકારના માંગલિક, લગ્ન અને અન્ય શુભ કાર્યો કરવામાં આવતા નથી. પિતૃપક્ષની અસર કેટલાક ધંધા પર વધુ અને કેટલાક પર ઓછી જોવા મળી છે. સોના-ચાંદીના વેપારને સૌથી વધુ અસર થઈ છે. મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, ઓરિગો ઇ મંડીના કોમોડિટી રિસર્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરુણ તતસંગીનું કહેવું છે કે બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 46,000 રૂપિયા સુધી આવી શકે છે. આનું કારણ આપતા તરુણ કહે છે કે અત્યારે વૈશ્વિક અને સ્થાનિક બજારમાં એવું કોઈ પરિબળ દેખાતું નથી, જે સોનાના ભાવને ટેકો આપે. અગાઉ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો, પરંતુ હવે આ તણાવની અસર પણ દૂર થઈ ગઈ છે.