બોલિવૂડ-હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરોગસીની મદદથી માતા બની છે. તેણે શુક્રવારે રાત્રે 12 વાગ્યે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પ્રિયંકાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે અમને જણાવતા આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા અમારા જીવનમાં એક બાળકનું સ્વાગત કરી રહ્યા છીએ. અમારા પરિવાર માટે અમે તમને આદરપૂર્વક વિનંતી કરીએ છીએ, કૃપા કરીને આ ખાસ સમય દરમિયાન અમારી ગોપનીયતાનું ધ્યાન રાખો.
સરોગસી દ્વારા નિક-પ્રિયંકાના ઘરે પુત્ર કે પુત્રી આવવાની કોઈ માહિતી સામે આવી નથી. છેલ્લા ત્રણ મહિનામાં પ્રિયંકા બોલિવૂડની બીજી એવી અભિનેત્રી છે જે સરોગસી દ્વારા માતા બની છે. અગાઉ 17 નવેમ્બર 2021ના રોજ પ્રીતિ ઝિન્ટા પણ સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની હતી. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંનેએ 2 ડિસેમ્બર 2018ના રોજ ઉમેદ ભવન, ઉદયપુરમાં હિંદુ અને ક્રિશ્ચિયન રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.