સોશિયલ મીડિયા પર એક પોલીસ અધિકારીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે યુનિફોર્મમાં શારીરિક સંબંધ બાંધતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જ્યોર્જિયાનો જણાવવામાં આવી રહ્યો છે. તેની સામે તપાસ શરૂ થાય તે પહેલા જ આરોપી પોલીસ અધિકારીએ રાજીનામું આપી દીધું હતું. પોલીસ અધિકારીનો વીડિયો TikTok યુઝર (318dillydilly) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે બાદ તે વાયરલ થયો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 15 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેને 20 માર્ચે “પોલીસ કેચ ઓન કેમેરા!” કહેવામાં આવ્યું હતું. તે Tiktok પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યું હતું.
independent.co.uk ના અહેવાલ મુજબ, વિડિયો વાયરલ થયા બાદ મિલેન પોલીસ અધિકારીએ તેમના વિભાગના વડા સાથેની બેઠકના થોડા સમય પહેલા જ રાજીનામું આપી દીધું હતું. વિડિયોમાં કથિત રીતે તે ઓગસ્ટા શહેરથી દૂર 3,500 લોકોની વસ્તી ધરાવતા નાના વિસ્તારમાં પોલીસના યુનિફોર્મમાં સેક્સ કરતો હતો. જણાવવામાં આવ્યું હતું કે આ વીડિયો રેડિયો ટાવરની ઉપરના મોબાઈલથી શૂટ કરવામાં આવ્યો હતો.
મિલેન પોલીસ ચીફ ડ્વેન હેરિંગ્ટને આ ઘટના વિશે WRDW-TVને જણાવ્યું હતું કે તેઓ સોમવારે પોલીસ અધિકારી લેરી ‘બેન’ થોમ્પસન સાથે મળવાનું આયોજન કરી રહ્યા હતા, પરંતુ તેમણે પહેલેથી જ રાજીનામું આપી દીધું હતું. હેરિંગ્ટનએ કહ્યું કે તેને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો વિશે જાણ થઈ. જોકે, તેમણે થોમ્પસનના રાજીનામાના કારણોની પુષ્ટિ કરી નથી. થોમ્પસને પણ આ અંગે કશું કહ્યું ન હતું. રિપોર્ટ અનુસાર, થોમ્પસન પહેલા પણ વિવાદોમાં રહી ચૂક્યાં છે. 2021માં એક મહિલાએ થોમ્પસન સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. થોમ્પસન તેની સાથે સંબંધમાં હતો. આ સિવાય 2019માં કાર અકસ્માતમાં તેનું નામ આવ્યું હતું. આ અકસ્માતમાં એક વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. આટલું જ નહીં, 2017માં થોમ્પસનની બંદૂકમાંથી અકસ્માતે ગોળી વાગી હતી, જેમાં તેનો એક સાથી ઘાયલ થયો હતો.