દેશની આર્થિક રાજધાની મુંબઈથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ (T1) ખાતે CISF કંટ્રોલ રૂમને બુધવારે બપોરે એક અજાણ્યા વ્યક્તિ તરફથી બોમ્બની ધમકીનો કોલ મળ્યો હતો. ફોન કરનારનો આરોપ છે કે મોહમ્મદ નામનો વ્યક્તિ વિસ્ફોટકો સાથે મુંબઈથી અઝરબૈજાન જઈ રહ્યો હતો.
તાત્કાલિક કાર્યવાહી કરતા, CISF ટીમે સહર પોલીસ સ્ટેશનને જાણ કરી, જેના પગલે વિગતવાર તપાસ માટે અધિકારીઓને તાત્કાલિક એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા. સુત્રો જણાવે છે કે ફોન કરનારે ફ્લાઇટ વિશે પૂછ્યું હતું. માહિતી આપી ન હતી અને બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક કોલ બંધ કરી દીધો હતો. અધિકારીઓ હવે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે અને કોલ કરનારને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સાવચેતીના પગલા રૂપે એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમની વિગતો ચકાસી રહી છે. અગાઉ, ગયા મહિને જ ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ સહિતની તમામ મોટી એરલાઈન્સને આવા નકલી કોલ મળ્યા હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે વિવિધ એરલાઈન્સ સામે સરેરાશ 20 જેટલા ધમકીભર્યા કોલ કરવામાં આવ્યા છે. જોકે, ઓક્ટોબરમાં આ સંખ્યા વધીને 500 થઈ ગઈ. એકવાર મુંબઈથી ન્યુયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને નવી દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી.
આ વધતા ખતરાઓનો સામનો કરવા માટે, NIAની સાયબર વિંગે આ વિદેશી ધમકી કોલ્સનું વ્યાપક વિશ્લેષણ શરૂ કર્યું છે. તપાસ આ કોલ્સ પાછળના હેતુઓને સમજવા અને તેની અધિકૃતતાનું મૂલ્યાંકન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
નકલી ધમકીભર્યા કોલ્સ પર કડક વલણ અપનાવતા, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ ઓક્ટોબરમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક એડવાઇઝરી જારી કરીને તેમને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમો અને ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓનું પાલન કરવા જણાવ્યું હતું.