વિચારો તો ખરી કેવા જલસા…આ લેડી ખાલી 44 દિવસ PM રહી, હવે આજીવન દર વર્ષે મળશે 1 કરોડ રૂપિયાથી પણ વધારે પેન્શન

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રુસે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પીએમ બન્યાના 44 દિવસ બાદ જ તેમણે પદ છોડી દીધું હતું. બ્રિટન આ દિવસોમાં આર્થિક અને રાજકીય સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ટ્રસના પક્ષના નેતાઓ તેમની વિરુદ્ધ થઈ ગયા હતા. આ પછી તેમણે રાજકીય દબાણ વધતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જો કે, જ્યાં સુધી તે નવા પીએમ ન બને ત્યાં સુધી તે આ પદ સંભાળશે. ટ્રસ હવે ભલે બ્રિટનના પીએમ નહીં રહે, પરંતુ માત્ર 44 દિવસના કાર્યકાળ બાદ તેમને આ પદને કારણે જીવનભર પેન્શન મળશે. તેમને દર વર્ષે 1 કરોડ રૂપિયાથી વધુનું પેન્શન મળશે.

લિઝ ટ્રસ યુકેના સૌથી ઓછા સમય માટે સેવા આપનાર વડા પ્રધાન બન્યા છે. તેમણે આ જવાબદારી માત્ર 44 દિવસ સંભાળી હતી. આ પછી પણ યુકે સરકાર તરફથી દર વર્ષે £115,000 એટલે કે લગભગ 1 કરોડ 6 લાખ 92 હજાર 807 રૂપિયાનું પેન્શન મળશે. વાસ્તવમાં, યુકેના કાયદા અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાન વાર્ષિક £115,000 સુધી મેળવી શકે છે. આ પૈસાથી તેઓ પોતાના કર્મચારીઓ, ઓફિસ અને અન્ય ખર્ચાઓ ઉપાડી શકશે. પરંતુ આ નાણાં સત્તાવાર કામ અને જાહેર ફરજો માટે ઉપલબ્ધ છે.

લિઝ ટ્રસના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. ઋષિ સુનક પીએમ બને તેવી શક્યતા પ્રબળ બની છે. જો આમ થશે તો તે પહેલીવાર બનશે કે ભારતીય મૂળનો બ્રિટનનો વડાપ્રધાન બનશે. બ્રિટનના બોરિસ જોન્સનના રાજીનામા બાદ બ્રિટનના પીએમ પદની રેસમાં લિઝ ટ્રસ સાથે રિશી સુનક પણ સામેલ હતા. પરંતુ ટોરી નેતૃત્વ માટેની લડાઈમાં તે લિઝ ટ્રસ સામે હારી ગયા. તમને જણાવી દઈએ કે પીએમ પદ માટેના ચૂંટણી પ્રચાર દરમિયાન લિઝ ટ્રસ દ્વારા બ્રિટનની આર્થિક સ્થિતિ સુધારવાના વચનો તેમની ખુરશી માટે અડચણરૂપ બન્યા હતા. પીએમ બન્યા બાદ બ્રિટનમાં મોંઘવારી આસમાને છે. જેના કારણે ટ્રસ સરકારને જનતાના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જનતાના વિરોધ અને રાજકીય દબાણને કારણે તેમના બે મંત્રીઓએ બે અઠવાડિયામાં રાજીનામું આપી દીધું હતું. આ પછી લિઝ ટ્રુસે પોતે પીએમની ખુરશી છોડી દીધી હતી.

 


Share this Article