Gujarat News: ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે અવસાન થતાં ભાજપ બેડામાં શોક જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીના ભરોસામંદ માણસમાંના એક નેતામાં સુનિલભાઈનું નામ મોખરે લેવામાં આવતું.
વારાણસી સીટનો વર્ષો સુધી હવાલો સંભાળનાર સુનિલ ઓઝાએ તાજેતરમાં જ રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કાશી ખાતે કર્યું હતું. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય હતા અને ભાવનગરની જનતા માટે એક મિસાન સમાન તેમણે કામ કર્યું હતું. છેલ્લા દસ વર્ષથી વારાણસી ખાતે તેઓ સ્થાયી થયા હતા. હાલમાં સુનિલ ઓઝાના અચાનક નિધનથી ભાજપ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુનિલ ઓઝાએ 2007ની વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટ ન મળતાં પાર્ટી છોડી દીધી હતી અને તે દિવસોમાં બળવાખોર ભાજપ નેતા ઉમા ભારતીની પાર્ટી લોક જનશક્તિમાંથી ચૂંટણી લડી હતી. તેમને માત્ર 2,000 મત મળ્યા હતા. ત્યારે ઓઝાએ દાવો કર્યો હતો કે લોક જન શક્તિ પાર્ટી રાજ્યમાં 50 ટકા બેઠકો જીતશે પરંતુ તેમનો દાવો પણ પોકળ સાબિત થયો હતો. આ પછી જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે મહાગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી ત્યારે તેઓ તેના સ્થાપક સભ્ય બન્યા હતા.
પરંતુ 2011ની શરૂઆતમાં ઓઝાએ અચાનક મહાગુજરાત પરિવર્તન પાર્ટી છોડી દીધી હતી. આ પછી, થોડા દિવસો એકાંત કેદમાં રહ્યા પછી, તેઓ 2011 ના અંતમાં ભાવનગરમાં નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત સદભાવના ઉપવાસ પહેલા ભાજપમાં પાછા ફર્યા. આ પછી તેઓ તેમની પરંપરાગત ભાવનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી. એવું ન થયું. ભાજપે તેમને સંગઠનનું કામ સોંપ્યું. 2012માં જ્યારે નરેન્દ્ર મોદીએ દિલ્હીનો પ્લાન બનાવ્યો ત્યારે તેણે સુનીલ ઓઝાને તેમાં સામેલ કર્યા હતા.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
1998માં ભાવનગર દક્ષિણમાંથી પ્રથમ વખત જીતીને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સુનિલ ઓઝા શરૂઆતમાં કેશુભાઈ પટેલના નજીકના ગણાતા હતા, પરંતુ 2002ની રાજકોટની ચૂંટણી બાદ પીએમ મોદી સાથે પણ તેમની નિકટતા વધી હતી. ત્યારબાદ તે ધીરે ધીરે મોદીની નજીક આવી ગયા.