Gujarat News: મોરબી શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે કોર્ટે જામીન રદ કર્યા બાદ પોલીસે ગઈકાલે એક આરોપીને ઝડપી લીધો હતો. જે કેસમાં આજે મુખ્ય આરોપી રાણીબા એટલે કે વિભૂતી પટેલ સહિતના વધુ 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. તો અન્ય એક આરોપીની શોધખોળ હાલ ચાલુ છે.
રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલે કોર્ટમાં પણ હવાતિયા મારી લીધા હતા. પરંતુ ત્યાંથી મોટો ઝટકો લાગ્યો હતો. રાણીબા સહિત તમામ આરોપીઓના આગોતરા જામીન નામંજૂર થયા હતા. આ અંગેની મોરબી સેશન્સ કોર્ટમાં અરજી પર સુનાવાણી થઇ હતી.
ઉલ્લેખનીય છે કે આરોપી વિભૂતિ પટેલ ઉર્ભે રાણીબા સાથે તેના ભાઈ સહિત પાંચ આરોપીઓએ ગઈકાલે આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ આજે રાણીબાને મોટો ઝાટકો મળ્યો છે. આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ યુવાનને મોઢામાં મુકાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો અને પછી ઢોર માર માર્યો હોવાની પણ વિગતો બહાર આવી હતી.
આ કેસમાં પીડિત નિલેશ દલસાનિયા દલિત સમુદાયનો હોવાનું કહેવામાં આવે છે. નિલેશને આવી ઘટનાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે સતત 18 દિવસના કામ દરમિયાન પટેલ પાસેથી તેના પગાર વિશે પૂછપરછ કરી હતી. રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં 16 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ વિશે ગમે તેમ શબ્દો બોલ્યા હતા. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ હતી.