VIDEO: PM મોદીના ફોટો પર ચુંબન કરીને વડીલે પ્રેમની અભિવ્યક્તિ કરી, કહ્યું- તમે તો આખી દુનિયા જીતી જશો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કર્ણાટકનો એક ખેડૂત બસમાં વડાપ્રધાન મોદીની તસવીરને કિસ કરીને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન એક ખેડૂત પીએમ મોદીના ગુણગાન ગાતો અને મોદીની તસવીરને ચુંબન કરતો વીડિયો સામે આવ્યો છે.

પીએમની તસવીર પર હાથ ફેરવીને ખેડૂત ભાવુક સ્વરમાં કહી રહ્યો છે – મને એક હજાર રૂપિયા મળતા હતા, તમે મને બીજા 500 રૂપિયા આપ્યા. તમે અમારી હેલ્થ કેર માટે 5 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું, તમે દુનિયા જીતી જશો.” આ વીડિયો વાયરલ થયા બાદ બીજેપી સમર્થકો અને કાર્યકરો ખૂબ જ ખુશ છે.

ખરેખર, G20 સમિટની જાહેરાતમાં KSRTC બસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવવામાં આવી છે. આ તસવીરને કિસ કરીને વૃદ્ધ ખેડૂતે મોદીના વખાણ કર્યા. તેમણે મોદીનો આભાર માન્યો હતો. વીડિયોમાં તે કહેતા સાંભળી શકાય છે કે તમે માત્ર બેંગ્લોર, મૈસૂર, તુમકુર જ નહીં પરંતુ આખી દુનિયા જીતશો.

આ વીડિયો મોહનદાસ કામથે ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે આ કર્ણાટકના ખેડૂત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે દર્શાવેલ ઊંડો પ્રેમ છે. આ ભાવુક વીડિયોમાં ખેડૂત આપણા પ્રિય વડાપ્રધાન પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરી રહ્યો છે.

PAN-આધાર લિંક ન કર્યું તો 10,000 રૂપિયાનો દંડ બધાને નહીં ભરવો પડે, આ લોકોને મળી છૂટ, જાણો તમે તો નથીને એમાં?

શાળામાં જ ધ્યાન આપીશ તો પ્રેમ ક્યારે કરીશ? પગાર જોઈતો હોય તો મને કિસ કર… ડાયરેક્ટરે શિક્ષિકા પર હદ વટાવી

હવે અંબાલાલ પટેલે ગુજરાતીઓની ઉંઘ હરામ કરી નાખી, આ તારીખ બાદ સાપ કરડવાની ડરામણી આગાહીથી ફફડાટ

આ વીડિયો હવે વાયરલ થયો છે અને નેટીઝન્સ તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિની ભાષા સાંભળીને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ખેડૂત જૂના મૈસૂર વિસ્તારનો છે.


Share this Article
TAGGED: ,