ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારી છે. વિરાટ કોહલીની ODI કરિયરની આ 44મી સદી છે, લગભગ ત્રણ વર્ષ બાદ ODI ક્રિકેટમાં તેના બેટમાંથી સદી નીકળી છે. આ પ્રસંગ પણ ખાસ હતો, કારણ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શનિવારે સવારે કહ્યું હતું કે વિરાટ કોહલી પણ રોજેરોજ સદી નથી ફટકારતો, આ નિવેદનના થોડા કલાકો બાદ વિરાટ કોહલીએ સદી ફટકારી હતી.
શું કહ્યું ભગવંત માન?
પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનને જ્યારે ગુજરાત ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યું. ભગવંત માને કહ્યું કે વિરાટ કોહલી પણ દરરોજ સદી નથી ફટકારતો, અમે સતત મહેનત કરીએ છીએ. ભગવંત માનનું આ નિવેદન ચર્ચામાં રહ્યું.
અને કોહલીએ સદી ફટકારી…
જ્યારે ભગવંત માન આ નિવેદન આપી રહ્યા હતા, તે જ સમયે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ત્રીજી વનડે રમી રહી હતી. અહીં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું અને કારકિર્દીની 44મી સદી ફટકારી. વિરાટ કોહલીએ લગભગ ત્રણ વર્ષ બાદ ODI ક્રિકેટમાં સદી ફટકારી છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવામાં તે સચિન તેંડુલકર પછી બીજા ક્રમે છે. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ 113 રનની ઇનિંગ રમી હતી, 90 બોલની આ ઇનિંગમાં વિરાટે 11 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. વિરાટ કોહલીની કારકિર્દીની આ 44મી સદી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 72મી સદી છે. તેણે આ મામલે રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે અને હવે માત્ર સચિન તેંડુલકર (100 સદી) જ તેનાથી આગળ છે.
ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી
સચિન તેંડુલકર – 49 સદી
વિરાટ કોહલી – 44 સદી
રિકી પોન્ટિંગ – 30 સદી
રોહિત શર્મા – 29 સદી