‘મીડિયાએ તેના પર ઘણું દબાણ કર્યું, પરંતુ હવે તેણે બધાને ચૂપ કરી દીધા’; કોહલીની ‘વિરાટ’ ઇનિંગ પર રવિ શાસ્ત્રીએ આપી દિલ જીતનાર સ્પીચ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

‘કિંગ’ કોહલીના અણનમ 82 રનના કારણે ભારતે રવિવારે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવીને છેલ્લા T20 વર્લ્ડ કપમાં પોતાની હારનો બદલો લીધો હતો. એશિયા કપ 2022 પહેલા વિરાટનું બેટ શાંત હતું, પરંતુ તે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને તે તેના ફોર્મમાં પાછો ફર્યો હતો. ત્યારબાદ વિરાટે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ 2022ની પહેલી જ મેચમાં ધમાકેદાર ઇનિંગના આધારે ભારતને જીત અપાવી હતી. વિરાટની ઈનિંગ જોઈને હવે બધા તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. કોહલીના નજીકના ગણાતા પૂર્વ ભારતીય મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ વિરાટના વખાણ કર્યા છે.

શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ મેચ જોઈ છે તેમાં હરિસ રઉફના બોલ પર ભારતીય બેટ્સમેનોએ રમેલો શ્રેષ્ઠ શોટ છે. તેણે કહ્યું કે મીડિયા અને ટ્રોલ્સે વિરાટ પર એટલું દબાણ કર્યું કે હવે તેણે બધાને ચૂપ કરી દીધા છે.

શાસ્ત્રીએ કહ્યું, “જ્યારે હું વિરાટની સર્વશ્રેષ્ઠ ટી-20 ઇનિંગ્સ જોઈ રહ્યો હતો ત્યારે મને જરાય આશ્ચર્ય થયું ન હતું. હું આની રાહ જોઈ રહ્યો હતો. મને ખબર હતી કે ઓસ્ટ્રેલિયામાં આવું થશે. ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ જોશો તો તમને બધું જ ખબર પડશે. અહીંની પિચો કોહલીને અનુકૂળ છે. તેને આ મેદાનો પર રમવાનું પસંદ છે. કોહલીનો પાકિસ્તાન સામે પણ સારો રેકોર્ડ છે અને આ વખતે તક પણ સારી હતી.

પાકિસ્તાન સામેની મેચમાં ભારતે એક સમયે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તેણે હાર્દિક પંડ્યા સાથે પાંચમી વિકેટ માટે 78 બોલમાં 113 રનની ભાગીદારી કરી હતી. પોતાની ઇનિંગ દરમિયાન વિરાટે 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

ભૂતપૂર્વ મુખ્ય કોચ શાસ્ત્રીએ કહ્યું, “મારા મતે તે સર્વશ્રેષ્ઠ T20 મેચ હતી. પહેલીવાર મને લાગ્યું કે ટી20 મેચ પણ ટેસ્ટ જેવી હોઈ શકે છે. દબાણ, કૌશલ્ય, ઉતાર-ચઢાવ… તે T20 ટેસ્ટ મેચ હતી. મને હવે વિરાટ પાસેથી કોઈ આશા નથી. તેમને તેમના જીવનનો આનંદ માણવા દો. તેના પર મીડિયા, ટીકાકારો અને ટ્રોલ્સનું એટલું દબાણ હતું કે તેણે હવે બધાને ચૂપ કરી દીધા છે.


Share this Article