Cricket News: IPLની જીત સાથે શરૂઆત કરનાર ગુજરાત ટાઇટન્સને તેની બીજી લીગ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 63 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમના કેપ્ટન શુભમન ગિલને વધુ એક આંચકો લાગ્યો છે. આ મેચમાં ધીમી ઓવર રેટના કારણે ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે તે IPL 2024માં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારનાર પ્રથમ કેપ્ટન પણ બની ગયો છે.
IPL દ્વારા જારી કરાયેલી સત્તાવાર મીડિયા રિલીઝમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને IPL 2024ની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 26 માર્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ તેની ટીમનો આ સિઝનનો પ્રથમ ગુનો હોવાથી તેને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવશે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
ગુજરાત ટાઇટન્સે તેની 20મી ઓવરની બોલિંગ સમયસર શરૂ કરી ન હતી. આ જ કારણ છે કે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. મેચમાં પણ તેને સજા કરવામાં આવી હતી કારણ કે છેલ્લી ઓવર દરમિયાન 30-યાર્ડ સર્કલની બહાર માત્ર ચાર ખેલાડીઓ હતા. જો 20મી ઓવર સમયસર નાખવામાં આવી હોત, તો કેપ્ટન શુભમન ગિલને 30-યાર્ડ સર્કલની બહાર પાંચ ખેલાડીઓ મૂકવાની મંજૂરી આપવામાં આવી હોત. જોકે, CSKએ છેલ્લી ઓવરમાં માત્ર 8 રન બનાવ્યા હતા.