આગામી રાજ્ય પોલીસવડા કોણ બનશે એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં ગુજરાતને નવા DGP મળવા જઈ રહ્યા છે. કારણ કે ગુજરાત રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની વય નિવૃત્તિ બાદ ગુજરાત સરકાર દ્વારા તેમનો કાર્યકાળ થોડો લંબાવવામાં આવ્યો હતો. ત્યારે હવે 1985ની બેચના આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો, જોકે, તેમનો કાર્યકાળ લંબાવવાના ગુજરાત સરકારના પ્રસ્તાવ પર સ્વીકૃતિ મળતાં આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવી દીધો હતો. હવે તમેનો કાર્યકાળ આ મહિનાના અંતમાં જ પૂર્ણ થઈ રહ્યો છે. ખાલી ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આગામી નવા DGP કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
લગ્નનુ પ્લાનિંગ કરતા લોકો માટે મોટા સમાચાર, લગ્નની લઘુત્તમ ઉંમર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
હાલમાં પોલીસ બેડામાં ગુજરાતના નવા DGP તરીકે 1987 બેચના IPS અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો કે આ સાથે સાથે ઘણા બીજા નામો પણ રેસમાં છે એની વાત કરવામાં આવે તો…
કોના કોના નામ છે ચર્ચામાં ?
– 1989 બેચના IPS અધિકારી અનિલ પ્રથમ – (DGP, વુમન સેલ)
– 1987 બેચના IPS અધિકારી સંજય શ્રીવાસ્તવ – (અમદાવાદ પોલીસ કમિશનર)
– 1989 બેચના IPS અધિકારી અજય તોમર – (સુરત પોલીસ કમિશનર)
– 1988 બેચના IPS અધિકારી અતુલ કરવાલ – (NDRFના વડા)
– 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાય – (DGP, પોલીસ ટ્રેનિંગ)
ઉલ્લેખનીય છે કે નવા DGP માટે ત્રણ નામોની યાદી કેન્દ્રમાં મોકલવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના નવા પોલીસવડાનું નામ જાહેર થઈ શકે છે એવું પણ કહેવાય રહ્યું છે. મહત્વનું છે કે, 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસવડા પદેથી શિવાનંદ ઝાની નિવૃત્તિ બાદ તેમના સ્થાને 1985ની બેચના આશિષ ભાટિયાની નિમણૂક કરાઈ હતી. આ ઉપરાંત અતુલ કરવાલ, વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમનું નામ પણ ચર્ચામાં છે