અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મસમોટું ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ડિગ્રી કૌભાંડમાં આરોપીઓએ એટલી મોટી સંખ્યામાં નકલી ડિગ્રીઓ વેંચી છે કે આને દેશનું સૌથી મોટું ડિગ્રી કૌભાંડ કહી શકાય એમ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશના સૌથી મોટા ડિગ્રી કૌભાંડમાં આરોપીઓને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે. આ હેકરે દેશની ૬૦ જેટલી યુનિવર્સિટીની વેબસાઈટ હેક કરી ૫૦૦૦ નકલી ડિગ્રીઓ વેંચી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ ૧ લાખ રૂપિયાથી લઈને ૧૦ લાખ રૂપિયા સુધીમાં ડિગ્રી વેંચતા હતા.
હેકર બનાવટી ડીગ્રી આપતો સાથે જ યુનિવર્સિટીના ડેટામા એન્ટ્રી પણ કરી આપતો હતો. આરોપી રજીસ્ટ્રાર ઓફિસે પણ જાતેજ જવાબ રજૂ કરતો અને પોસ્ટ દ્વારા થતી પણ પોતે જ મેળવતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ ખાનગી અને સરકારી વેબસાઈટ પણ હેક કરી હોવાનું સામે આવ્યુ. ડીગ્રીના વેચાણ માટે એક વેબસાઇટ પણ બનાવી હતી. જે વેબસાઈટ એજન્ટ ઓપરેટ કરતા હતા. ડીગ્રી બનાવટી છે તે સામે ન આવે તે છુપાવવા માટે આરોપી સતત વેબસાઈટ પર એક્ટિવ રહેતો હતો