ન ભૂતો ન ભવિષ્યતિ, ચોટીલા હાઇવે પર બંધ પડેલ ટ્રક અચાનક ડ્રાઈવર વગર જ ચાલવા લાગ્યો, પછી બે લોકોના મોતથી હાહાકાર

Lok Patrika Desk
Lok Patrika Desk
1 Min Read
truck
Share this Article

ચોટીલા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ટ્રકની અડફેટે બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજયા છે. પેટ્રોલપંપ પાસે બંધ હાલતમાં ઉભેલ ટ્રક અચાનક ઢાળમાં ચાલવા લાગતા મામલતદાર કચેરીની દીવાલ સાથે અથડાતા દુર્ઘટના ઘટી હતી. મામલતદાર કચેરી પાસે ઉભેલ અન્ય બે પરપ્રાંતીય ટ્રક ચાલક ટ્રકની અડફેટે આવી જતા મોતને ભેટ્યા હતા. પ્રાથમિક તપાસમાં ટ્રકમાં સેલ્ફની ખામી હોય ટ્રક બંધ હાલતમાં ઊભો હોય તે દરમિયાન અચાનક ચાલી પડતાં આ બનાવ બન્યો હતો.

ambalal

પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના પુસ્પેન્દ્રસિંહ બુનેરા અને વીરેન્દ્રસિંહ બુનેરા છે અને તેઓ બન્ને  રાજસ્થાનના રહેવાસી હતી. આમ ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો.  કારણે કે, ડ્રાઈવર રોડ ઉપર પર હેંડ બ્રેક માર્યા વગરનું ડમ્પર ઉભું મુકીને જતો રહ્યો હતો.  ઢાળ હોવાથી રડતું રડતું આવીને અકસ્માત સર્જાયો હતો. બંને  ભાઈના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.


Share this Article
TAGGED: , ,
Leave a comment