સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ભારતીય મહિલા લંડનના રસ્તાઓ પર અને મેટ્રોમાં લાલ બ્રાઈડલ લહેંગા પહેરીને ચાલી રહી છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ વિડિયો જોઈને ઓનલાઈન યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા.
જો કોઈ મહિલા લગ્નમાં લહેંગો પહેરે છે, તો તેના મગજમાં પહેલો વિચાર એ આવે છે કે તે એટલું ભારે હોઈ શકે છે કે તેને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ શું તમે ક્યારેય ભારે લહેંગા પહેરીને રસ્તાઓ પર ફરવાનું વિચાર્યું છે? જો નહીં, તો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો એક વીડિયો જોવા જેવો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ભારતીય મહિલા લાલ બ્રાઈડલ લહેંગા પહેરીને લંડનના રસ્તાઓ અને મેટ્રોમાં ચાલી રહી છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ વિડિયો જોઈને ઓનલાઈન યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા.
મેટ્રોમાં લહેંગા પહેરીને ફરતી છોકરી વાયરલ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. સ્પેનિશ-ભારતીય મોડલ શ્રદ્ધા પણ ડિજિટલ માર્કેટર છે. શ્રદ્ધાએ એક રીલ શેર કરી છે. વીડિયોમાં તે પહેલીવાર લંડન મેટ્રોમાં જોવા મળી રહી છે. તેણે લાલ રંગનો સુંદર લહેંગા પહેર્યો છે.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
ગઢવી-આહીર વિવાદ સોનલધામ મઢડા પહોંચ્યો, ગિરીશ આપા અને વિક્રમ માડમે ચારણ-આહીર વિશે કહ્યું આવું-આવું
તે મેટ્રોની બહાર ભારે જ્વેલરી અને મેક-અપ સાથે દુલ્હનની જેમ પોઝ પણ આપે છે. તે ટ્રેનમાં ચઢતાની સાથે જ બધાની નજર તેના પર મંડાયેલી છે. યાત્રીઓ તેમના કપડા જોઈને પોતાની પ્રતિક્રિયા આપે છે. પછી તે શેરીઓમાં લટાર મારે છે અને રસ્તામાં બધાને આશ્ચર્યચકિત કરે છે. કેટલાક લોકો તેમના ચિત્રો લે છે, જ્યારે અન્ય લોકો ફક્ત તેમને જોતા જ રહે છે.