ઘટનાસ્થળેથી કોઈ જીવિત મળ્યું નથી… નેપાળ સેનાએ નિવેદન બહાર પાડતા જ આખા દેશમાં હાહાકાર મચી ગયો

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

ગઈ કાલે નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને જીવતો બહાર કાઢી શકાયો નથી. આ વાત નેપાળ સેનાના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ કહી છે. તેમણે કહ્યું કે વિમાન દુર્ઘટનામાં કોઈ જીવિત મળ્યું નથી.

માયનસ 6 ડિગ્રી સાથે આબુ બન્યું બરફ જેવું, પ્રવાસીઓનું કીડિયારું ઉભરાયું, હોટલો બધી ફૂલ, બનાસકાંઠામાં પણ પાણી બની ગયો બરફ

એક જ ઝાટકે કરોડપતિ બની જશે આ 4 રાશિના લોકો, શનિની રાશિમાં બુધાદિત્ય યોગ થતાં મોટો માહોલ બનવા જઈ રહ્યો છે

30 વર્ષ પછી ફરીથી શનિની ઘર વાપસી, આ 7 રાશિના લોકો બનશે માલામાલ, જાણો તમારી કિસ્મત શું કહે છે

આજે સવારથી ફરી સર્ચ ઓપરેશન શરૂ થશે. રવિવારે પોખરામાં વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે મંત્રી પરિષદની તાકીદની બેઠક બોલાવી હતી. આ સાથે નેપાળના ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

ટ્વીન એન્જિન ATR 72 એરક્રાફ્ટ ક્રેશ થયું

નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જતી વખતે ટ્વીન એન્જિન ATR 72 એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 4 હજુ પણ લાપતા છે.

માર્યા ગયેલાઓમાં પાંચ ભારતીયોનો સમાવેશ થાય છે. પ્લેન ક્રેશનો રિપોર્ટ 45 દિવસમાં અપેક્ષિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારો માટે શોક વ્યક્ત કર્યો અને પ્રાર્થના કરી.

વિમાન દુર્ઘટનામાં કોઈ જીવિત મળ્યું નથી

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ ભારતીયોમાંથી ચાર ઉત્તર પ્રદેશના અને એક બિહારના હતા. યેતી એરલાઈન્સના વિમાનમાં 72 લોકો સવાર હતા. ટ્વીન એન્જિન ટર્બોપ્રોપ ATR 72 એરક્રાફ્ટ લેન્ડિંગના થોડા સમય પહેલા ક્રેશ થયું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 5 ભારતીયોના મોત

વિમાન દુર્ઘટના બાદ નેપાળની સેના બચાવ કાર્યમાં લાગેલી છે. વિમાન દુર્ઘટનામાં પાંચ ભારતીયો સહિત 68 લોકોના મોત થયા હતા.

નેપાળની સેનાએ કહ્યું કે તેમને સ્થળ પરથી કોઈ જીવિત મળ્યું નથી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર ભારતીય યુવકોમાંથી એકે ઘટના પહેલા ફેસબુક પર લાઇવ કર્યું હતું. જેના કારણે પ્લેન દુર્ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

 


Share this Article
Leave a comment