BREAKING: મોરોક્કો બાદ વધુ એક આફ્રિકન દેશમાં તબાહી, પ્રલયમાં ડૂબવાથી 2 હજારથી વધુ લોકોના મોત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News : આફ્રિકન દેશ લિબિયામાં (libya) તોફાન અને પૂરના કારણે ભયંકર તબાહી મચી ગઈ છે. ડેનિયલ વાવાઝોડાને (cyclone) કારણે વિનાશક પૂર આવ્યું છે. આ કારણે 2000થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ તબાહી પૂર્વીય વિસ્તારમાં થઈ છે. વાવાઝોડાના કારણે બહુમાળી ઇમારતો કાદવમાં પડી ગઇ હતી. દેર્નાએ સૌથી વધુ વિનાશ સહન કર્યો છે. ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા છે અને હજારો લોકો લાપતા છે. તુર્કીએ બચાવ ટીમો પહોંચાડવા અને લીબિયામાં મદદ માટે 3 વિમાનો મોકલ્યા છે.

 

વડા પ્રધાન ઓસામા હમાદે ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે અને દેશભરમાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, વિનાશક હરિકેન ડેનિયલ બાદ આવેલા પૂરને કારણે ડરનામાં ભારે વિનાશ સર્જાયો છે. આ પછી આ શહેરને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે. લિબિયાના પૂર્વી સંસદ સમર્થિત પ્રશાસનના અધ્યક્ષ ઓસામા હમાદે સોમવારે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે.ઓસામાએ કહ્યું કે લીબિયામાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ ભયાનક છે.

 

 

ડૂબી ગયેલી કાર, ધરાશાયી થયેલી ઇમારતો, રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ

ઓસામા હમાદે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરના વીડિયોમાં ડૂબી ગયેલી કાર, ધરાશાયી થયેલી ઇમારતો અને શેરીઓમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. હરિકેન ડેનિયલ સમગ્ર ભૂપ્રદેશને તબાહ કરી ગયું હતું અને કેટલાક દરિયાકાંઠાના શહેરોમાં ઘરોનો નાશ કર્યો હતો, તેમજ બે જૂના બંધો તૂટી ગયા બાદ ડાર્ના શહેર “સંપૂર્ણપણે કપાઈ ગયું હતું”. આ ઉપરાંત બૈડાના મેડિકલ સેન્ટર દ્વારા ફેસબુક પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયો અનુસાર, મોટા તોફાનને કારણે પૂર આવ્યા બાદ પૂર્વીય શહેર બાયડાની હોસ્પિટલોને ખાલી કરાવવામાં આવી હતી, એમ સીએનએનના અહેવાલમાં જણાવાયું હતું.

 

તોફાન ડેનિયલે વિનાશ વેર્યો

સીએનએન (CNN) ના જણાવ્યા અનુસાર, આ વરસાદ એ દક્ષિણપૂર્વીય યુરોપના રાષ્ટ્રીય હવામાન સંગઠનો દ્વારા સત્તાવાર રીતે સ્ટોર્મ ડેનિયલ્સ તરીકે ઓળખાતી ખૂબ જ મજબૂત લો-પ્રેશર સિસ્ટમના બાકીના ભાગનું પરિણામ છે. ગયા અઠવાડિયે, આ તોફાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં જતા પહેલા ગ્રીસમાં વિનાશક પૂર આવ્યું હતું અને મેડિકેન તરીકે ઓળખાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં ફેરવાયું હતું.

ડરના શહેરમાં ભારે તબાહી

પૂર્વી લીબિયા સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઓથમાન અબ્દુલજાલિલે સોમવારે બપોરે મૃતકોની સંખ્યાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ૫૦ લોકો ગુમ થયા છે. અબ્દુલજાલીલે જણાવ્યું હતું કે, મૃતકોના આંકડામાં એ ડરના શહેરનો સમાવેશ થતો નથી, જેને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ ન હતી. શહેરના મુખ્ય તબીબી કેન્દ્રએ જણાવ્યું હતું કે મૃતકોમાં પૂર્વીય શહેર બેયડાના ૧૨ લોકોનો સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વ લિબિયાના દરિયાકાંઠાના શહેર સોસામાં અન્ય સાત લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. મંત્રીએ જણાવ્યું હતું કે શહત અને ઓમર અલ-મુખ્તાર શહેરોમાં અન્ય સાત લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

 

ઘણા લોકો ગુમ થયાની જાણ કરી

રવિવારે વધુ એક મોતની પુષ્ટિ થઈ છે. પૂર્વી લિબિયામાં સરકાર સંચાલિત ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીના પ્રવક્તા વાલીદ અલ-અરાફીના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ પોતાની કારમાં હતો અને પૂર્વીય શહેર માર્ઝમાં પૂરમાં ફસાઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂરમાં ડઝનેક અન્ય લોકો ગુમ થયાના અહેવાલ છે અને અધિકારીઓને ડર છે કે તેઓ પૂરમાં મૃત્યુ પામ્યા હોઈ શકે છે.

 

હવામાન વિભાગની નવી આગાહીથી ખુશીનું મોજુ ફરી વળ્યુ, ગુજરાતના આટલા જિલ્લાઓ થશે જળબંબાકાર, જાણો ક્યાં કેટલો ખાબકશે

આખા મહિનાની તારીખ પ્રમાણે આગાહી કરીને અંબાલાલ પટેલે આખા ગુજરાતને ચોંકાવી દીધું, જાણો એક એક દિવસના હવામાન વિશે

ખાલી ડુંગળી અને ટામેટા જ નહીં, આ વસ્તુના કારણે પણ તમારી થાળી થઈ મોંઘીદાટ, કોઈને ખબર પણ ના પડી બોલો

 

વરસાદ અને ખરાબ હવામાનની ચેતવણી

પૂરના કારણે પૂર્વી લિબિયાના અનેક શહેરોમાં ઘરો અને અન્ય સંપત્તિઓ નષ્ટ થઈ ગઈ છે. સરકારે શનિવારે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી અને રાત્રિના તોફાન પહેલા સાવચેતીના પગલા તરીકે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી હતી. દેશના હવામાન અધિકારીઓએ સંભવિત વરસાદ અને ખરાબ હવામાનની ચેતવણી આપી છે.

 

 

 

 


Share this Article