પાકિસ્તાનની નાપાક ધરતીની ચૂંટણીમાં આતંકવાદની એન્ટ્રી, હાફિઝ સઈદનો પુત્ર લાહોરથી લડશે ચૂંટણી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

પાકિસ્તાનની ચૂંટણીમાં હવે આતંકવાદ પ્રવેશી ચૂક્યો છે. ભારતમાં થયેલ 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ લાહોરની NA-127 બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યો છે. હકીકતમાં, હાફિઝ સઈદના નવા રાજકીય સંગઠને પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે મોટાભાગની રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારો માટે તેના ઉમેદવારો ઉભા કર્યા છે.

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક સઈદ, પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JuD) સાથે સંકળાયેલા આતંકવાદી ધિરાણના કેસમાં દોષી ઠેરવ્યા પછી કેટલાક અન્ય નેતાઓ સાથે 2019 થી જેલમાં છે. સઈદે પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) નામનો એક અલગ રાજકીય પક્ષ બનાવ્યો છે. PMMLનું ચૂંટણી ચિન્હ ‘ચેર’ છે.

ખાલિદ મસૂદ સિંધુનો વીડિયો સંદેશ

PMML પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે તેમની પાર્ટી મોટાભાગની રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું, “અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને ઇસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ.” સિંધુ NA-130 લાહોરથી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે.

પરંતુ સિંધુએ આ વાતનો ઈન્કાર કર્યો છે કે તેમની પાર્ટીનો સઈદના સંગઠન સાથે કોઈ સંબંધ નથી. વર્ષ 2018 માં, મિલ્લી મુસ્લિમ લીગ (MML) જમાત-ઉદ-દાવાનો રાજકીય ચહેરો હતો. તેણે મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, ખાસ કરીને પંજાબ પ્રાંતમાં, પરંતુ તે એક પણ બેઠક જીતવામાં સફળ રહી ન હતી.

હાફિઝ વિરુદ્ધ અમેરિકાએ 10 મિલિયન ડોલરનું ઈનામ કર્યું જાહેર

MML પર પ્રતિબંધના કારણે 2024ની ચૂંટણી માટે PMMLની રચના કરવામાં આવી છે. હાફિઝ સઈદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે, જેના પર અમેરિકાએ 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે નામાંકન ભરવાની અંતિમ તારીખ રવિવારે પૂરી થઈ ગઈ છે. છેલ્લા દિવસે સેંકડો ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ મેદાને

જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન, ત્રણ વખતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાની, રાજા પરવેઝ અશરફ અને શહેબાઝ શરીફ સહિત ઘણા અગ્રણી નેતાઓએ નામાંકન દાખલ કર્યું છે. ઇમરાન ખાને લાહોર અને તેમના વતન મિયાંવાલીના બે મતદારક્ષેત્રોમાંથી ઉમેદવારી નોંધાવી છે, પરંતુ તોષાખાના ભ્રષ્ટાચારના કેસમાં તેમને દોષિત ઠેરવવાને કારણે ચૂંટણી લડવા માટે તેમની મંજૂરી મેળવવાની શક્યતા ઓછી છે.

PM મોદીએ તેમના નિવાસસ્થાને ક્રિસમસની કરી ઉજવણી, ક્રિસમસને વિવિધતામાં એકતાનું ગણાવ્યું સ્વરૂપ

રણબીર અને આલિયાની પુત્રી રાહાની ક્યુટનેસ જોઈ તમને પણ લાડ કરવાનું મન થશે, જુઓ વીડિયો

સમુદ્રમાં સમાઈ ગયેલ દ્વારકા લોકો હવે સબમરીન દ્વારા જોઈ શકશે, વિન્ડો વ્યૂ સાથે દરિયામાં 300 ફૂટની ઉંડાઈએ જશે સબમરીન

આ વખતે પીએમએલ-એન સિવાય પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી), મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (એમક્યુએમ-પી), જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (જેયુઆઈ-એફ), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) , જમાત-એ-ઇસ્લામી (JI) અને અન્ય સ્થાનિક પક્ષો ચૂંટણી મેદાનમાં છે.


Share this Article