રાજકોટના ગોંડલમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, બે લોકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

રાજકોટથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગોંડલના ભુણાવા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોનાં મોત થયા છે. રાજકોટથી ગોંડલ આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઠારીયાના હર્ષ ભરતભાઇ ભાલાળા (ઉ.વ. 22) અને એક અજાણી લેડીઝનું મોત થયું હતું. સેલેબ્સની આત્મહત્યાના કિસ્સાઓ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ તેના શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તે જ સમયે સમાચાર આવી રહ્યા છે કે છત્તીસગઢ સ્થિત સોશિયલ મીડિયા ફેમ લીના નાગવંશીએ આત્મહત્યા કરી લીધી છે.

આ પહેલા પણ અનેક ઘટનાઓ સામે આવી હતી કે જેમા અમદાવાદના સોલા બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. શહેરના સોલા બ્રિજ પર એક કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર થતા એક દંપતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. બીજી બાજુ વડોદરાના ગવાસદ ગામ નજીક પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાદરા જંબુસર રોડ પર બે ટ્રકો સામસામે ધડાકાભેર ટકરાતા બંન્ને ટ્રકોનું કચ્ચરઘાણ નીકળી ગયો. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. હાલમાં વડુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી હતી.


Share this Article
TAGGED:
Leave a comment