Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • મારું ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • મનોરંજન
  • વ્યાપાર
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • lok patrika special
  • Loksabha Election 2024
  • ટેક્નોલોજી
  • E – Paper
  • હોમ
  • મારું ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • મનોરંજન
  • વ્યાપાર
  • ક્રિકેટ
  • રાજકારણ
  • રાશિ ભવિષ્ય
  • અજબ ગજબ
  • વાયરલ
  • lok patrika special
  • Loksabha Election 2024
  • ટેક્નોલોજી
  • E – Paper

આશરે ૧.૫ કરોડ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવશે

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો જાહેર કરીને તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે, આ પ્રોજેક્ટના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓના કુદરતી વાતાવરણને ક્યારેય ન સુધારી શકાય તેવું મોટું નુકસાન થઈ શકે છે.

તાજેતરમાં જ તેમણે આ પર્યાવરણની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંના સ્થાનિક રહીશો તેમજ પ્રવાસીઓ સાથે સીધી વાતચીત કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, વિકાસના નામે શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટથી સ્થાનિક જંગલો, અજોડ જૈવવિવિધતા અને ત્યાં વર્ષોથી વસતા આદિવાસી સમુદાયોનું અસ્તિત્વ સંપૂર્ણપણે જોખમમાં મૂકાઈ ગયું છે.

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ અંદાજે ૯૨,૦૦૦ કરોડ રૂપિયાનો

રાહુલ ગાંધીએ વીડિયોમાં ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, આ પ્રોજેક્ટ માટે ૧૬૧ ચોરસ કિલોમીટરના રેઇનફોરેસ્ટને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે, જે નવી દિલ્હીના કદ કરતાં ચાર ગણું મોટું ક્ષેત્રફળ છે. આ વિસ્તારમાં આશરે ૧.૫ કરોડ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવશે, જેનાથી ત્યાંની કોરલ રીફ્સ નાશ પામશે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, દેશની જમીન આંચકી લેવા માટે નૌસેના અને સુરક્ષા દળોનો આડશ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટના બહાને હજારો વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપીને, અબજાે ડૉલરની કમાણી કરીને ત્યાં હોટેલ્સ, કસિનો અને રિયલ એસ્ટેટનું માળખું ઊભું કરવાની તૈયારી થઈ રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહનીતિ માટે જરૂરી ગણાવવામાં આવી રહ્યો છે, જેની સામે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે ત્યાં બનનારી હોટેલ્સ અને રિસોર્ટ દેશની સંરક્ષણ તૈયારીઓમાં કેવી રીતે મદદરૂપ થશે?

જો સરકાર ખરેખર દેશની સંરક્ષણ ક્ષમતા મજબૂત કરવા ઇચ્છતી હોય, તો છેલ્લા પાંચ વર્ષથી પેન્ડિંગ રહેલા બાઝ નૌસેના સ્ટેશનના વિસ્તરણને મંજૂરી કેમ આપતી નથી? આ ઉપરાંત, કેરળમાં ઓલરેડી વિઝિન્જામ પોર્ટ બની રહ્યું હોવા છતાં નિકોબારમાં નવું શિપમેન્ટ પોર્ટ બનાવવાની તાર્કિકતા સામે પણ તેમણે પ્રશ્નો કર્યા છે. તેમણે વધુમાં દાવો કર્યો કે સ્થાનિક આદિવાસીઓ અને રહેવાસીઓને સમજાવ્યા વિના તેમની પાસેથી જમીનના અધિકારો છીનવીને એનઓસી પર સહીઓ કરાવી લેવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત આ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ અંદાજે ૯૨,૦૦૦ કરોડ રૂપિયાનો એક મેગા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આ યોજના હેઠળ ગ્રેટ નિકોબાર ટાપુને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મોટા દરિયાઈ વેપાર, આર્થિક પ્રવૃત્તિઓ અને વ્યૂહાત્મક સંરક્ષણ હબ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જાેકે, તેના કારણે ટાપુની અત્યંત નાજુક ઇકોસિસ્ટમ અને વન્યજીવો જાેખમમાં મૂકાઈ રહ્યા હોવાથી વિરોધ પક્ષો અને પર્યાવરણવાદીઓ દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

કાર ખરીદવી ટૂંક સમયમાં ફોન ખરીદવા જેવું હશે, શા માટે તમારી આગામી કાર EV હોઈ શકે છે

Next

પૂર્વ પ્રેમીએ ઓફિસમાં યુવતી પર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Health News
  • Business News
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper