આજના સમયમાં ઈન્ટરનેટ ડેટાનો વપરાશ વધી ગયો છે. આવી સ્થિતિમાં, એરટેલ દ્વારા એક નવો ડેટા પ્લાન રજૂ કરવામાં આવી રહ્યો છે, જેથી મોબાઇલ વપરાશકર્તાઓને અનલિમિટેડ ડેટાનો લાભ મળી શકે. એરટેલ દ્વારા ત્રણ નવા પ્રી-પેડ ડેટા પ્લાન રજૂ કરવામાં આવી રહ્યા છે. આ પ્લાનની કિંમત 161 રૂપિયા, 181 રૂપિયા અને 351 રૂપિયા છે.
એરટેલ 161 પ્રીપેડ પ્લાન
ભારતી એરટેલના 161 રૂપિયાના પ્રી-પેડ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસ માટે 12GB ડેટા આપવામાં આવે છે.
એરટેલ 181 પ્રીપેડ પ્લાન
એરટેલના 181 રૂપિયાના પ્રી-પેડ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી સાથે 15GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન 20 થી વધુ OTT (ઓવર-ધ-ટોપ) લાભો સાથે આવે છે. આ પ્લાનમાં એરટેલ એક્સસ્ટ્રીમ પ્લે સર્વિસ 30 દિવસ માટે ઉપલબ્ધ છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
એરટેલ 361 પ્રીપેડ પ્લાન
એરટેલનો 361 રૂપિયાનો પ્લાન 50GB ડેટા સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ દિવસોની વેલિડિટી ઉપલબ્ધ છે. મતલબ કે, યુઝર્સ આ પ્લાનનો ઉપયોગ ત્યારે જ કરી શકશે જો તેમની પાસે પહેલેથી જ એક્ટિવ રિચાર્જ પ્લાન હશે. એટલે કે, જો તમે દૈનિક 1 જીબી ડેટા પ્લાન રિચાર્જ કર્યો છે, જેની વેલિડિટી 30 દિવસની છે, તો 361 ડેટા પ્લાનની વેલિડિટી 30 દિવસની હશે. જો તમારા પ્રાથમિક રિચાર્જ પ્લાનની વેલિડિટી 60 દિવસની છે, તો 361 રૂપિયાના ડેટા પ્લાનની વેલિડિટી 60 દિવસની હશે.