અદાણીના પુત્ર જીતે સગાઈ કરી એ સુંદરી કોણ છે? કેટલી પ્રોપર્ટી? કેટલી કમાણી? જાણો શું કરે છે અદાણી પરિવારની વહુ

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ગ્રૂપના વડા ગૌતમ અદાણી અબજોપતિઓની યાદીમાં 31મા ક્રમે આવી ગયા છે. જોકે બાદમાં તેમાં રિકવરી જોવા મળી હતી. આ બધા વચ્ચે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીએ તાજેતરમાં જ દિવા જૈમિન શાહ સાથે સગાઈ કરી છે. નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં એક સાદા સમારંભમાં સગાઈ થઈ હતી.

ગૌતમ અદાણીના દીકરા જીતે કરી સગાઈ

જીત અને દિવાની સગાઈ ખૂબ જ ખાનગી રીતે કરવામાં આવી હતી. એટલા માટે આ પ્રોગ્રામ વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.lokpatrika advt contact

સગાઈની જે તસવીરો સામે આવી છે તેમાં જીત અને દિવાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. દંપતીએ પેસ્ટલ ટોન્સમાં પરંપરાગત પોશાક પહેર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સગાઈ 12 માર્ચે થઈ હતી. લગ્નની તારીખ હજુ નક્કી થઈ નથી.

કોણ છે અદાણી પરિવારની નાની વહુ?

અદાણી પરિવારની નાની વહુ દિવા જૈમિન શાહ વેપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા ‘દિવા સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ’ના માલિક છે જે હીરાના કારોબારમાં જોડાયેલા છે.

તેમની કંપની મુંબઈ અને સુરતમાં આવેલી છે. કંપનીની શરૂઆત ચિનુ દોશી, દિનેશ શાહે કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિવા જૈમિન શાહ તેના પિતાના બિઝનેસમાં જ મદદ કરે છે. ગૌતમ અદાણીની મોટી વહુ પરિધિ શ્રોફ કોર્પોરેટ વકીલ છે.

ફેસબૂકે પણ કમર તોડી નાખી, ફરીથી 10,000 લોકોને નોકરીમાંથી કાઢી ઘરભેગા કરી દીધા, 5000ની ભરતી પણ કરી રદ્દ

આજથી 3 દિવસ એકધારો વરસાદ પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે કરી ધાતક આગાહી, ખેડૂતોનું કરોડોનું નુકસાન

નવો-નવો ધંધો શરૂ કરનાર હજારો વેપારીઓ ડૂબી જશે, લાખો લોકોની નોકરી છીનવાઈ જશે, બેંક ડૂબી એમાં બધું તાણતી ગઈ

જીત અદાણી અને દિવા જૈમિન શાહના લગ્નની તારીખ અત્યારે નક્કી નથી. જીત અદાણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી સ્નાતક થયેલા જીત અદાણી 2019થી અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે. વર્ષ 2022માં જીતને અદાણી ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા.


Share this Article
Leave a comment