ધન્ય છે તમારી જનેતાને… મુકેશ અંબાણીએ પિતાના જન્મ દિવસ પર 50 હજાર બાળકોને આપી કરોડોની સ્કોલરશિપ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

મુકેશ અંબાણીને આજે દુનિયભરના લોકો ખૂબ માન આપે છે. મુકેશ અંબાણી ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સના માલિક છે. મુકેશ અંબાણીજી ઘણી બધી ચેરિટી કરે છે અને તેના કારણે દરેક લોકો તેમનું ઘણું સન્માન કરે છે. પુત્રી ઈશા અંબાણી માતા બન્યાના થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીએ લાખો લોકોને ભોજન કરાવ્યું હતું અને આ સાથે મુકેશ અંબાણીએ ઘણું સોનું પણ દાન કર્યું હતું. આ દરમિયાન થોડા સમય પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે એ છે કે મુકેશ અંબાણીએ તેમના પિતાના જન્મદિવસ પર દેશના બાળકોને એક મોટી ભેટ આપી છે.

પિતાના જ્ન્મદિવસની કરી અનોખી રીતે ઉજવણી

માહિતી મુજબ દેશના લગભગ 50 હજાર બાળકોને શિષ્યવૃત્તિ આપી છે. મુકેશ અંબાણીએ દેશના બાળકોને તેમના પિતાના જન્મદિવસે એક એવી ગિફ્ટ આપી છે જેના કારણે હાલ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. મુકેશ અંબાણીએ તેમના પિતાના જન્મદિવસ પર ખુશ થઈને લગભગ 50 હજાર બાળકોને શિષ્યવૃત્તિ આપી છે.

મુકેશ અંબાણીએ દેશના 50 હજાર બાળકોને આપી શિષ્યવૃત્તિ

અંબાણીએ ગઈકાલે જ તેમના પિતાના જન્મદિવસ પર દેશના 50 હજારથી વધુ બાળકોને શિષ્યવૃત્તિ આપી હતી અને આ સાથે અંબાણીની આ શિષ્યવૃત્તિ જે પણ મેળવશે તેનો સંપૂર્ણ ખર્ચ મુકેશ અંબાણી ઉઠાવશે, દેશમાં ભણવાનો ખર્ચ પણ મુકેશ અંબાણી ઉઠાવશે.

રિલાયન્સની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ

અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વર્ષ 2022ના અંતે રિલાયન્સ તેના સુવર્ણ દાયકાનું અડધું અંતર કાપશે. આજથી 5 વર્ષ પછી રિલાયન્સની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થશે. આ દરમિયાન, તેણે કહ્યું કે હું અહીં ઉલ્લેખ કરી રહ્યો છું કે મને અમારા તમામ વ્યવસાયોના ટીમના નેતાઓ અને કર્મચારીઓ પાસેથી અપેક્ષાઓ છે.


Share this Article
Leave a comment