મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. ટીમ માટે સાઈ સુદર્શને 47 બોલમાં 96 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેણે 6 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 204.25 હતો. સુદર્શન ઉપરાંત રિદ્ધિમાન સાહાએ 54 અને શુભમન ગિલે 39 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી મતિશા પથિરાનાએ 2 વિકેટ લીધી હતી. ભારે વરસાદને કારણે મેચ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી છે.
28 મેના રોજ મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો, જેના કારણે IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઈનલ મેચ રિઝર્વ ડે પર યોજાઈ રહી છે. 215 રનના ટાર્ગેટના જવાબમાં ચેન્નાઈની ટીમ બેટિંગ કરવા ઉતરી હતી, પરંતુ પ્રથમ ઓવર પણ પૂરી થઈ ન હતી અને ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મેચ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી છે. મેચ અટકી ત્યાં સુધી મોહમ્મદ શમી પ્રથમ ઓવરના માત્ર 3 બોલ જ ફેંકી શક્યો હતો. જેના પર ચેન્નાઈએ 4 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ (4) અને ડેવોન કોનવે (0) ક્રિઝ પર છે.
અંબાલાલ પટેલે કરી આકરી આગાહી, 10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ગુજરાત પર મોટો ખતરો
તમારે ખાસ જાણવા જેવા સમાચાર: 2000ની નોટ પર કોર્ટનો મોટો નિર્ણય, RBI વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી
રિઝર્વ ડેમાં પણ વરસાદ પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો. મેચમાં 2 કલાકનો વધારાનો સમય છે, ત્યારપછી ઓવરોમાં ઘટાડો શરૂ થશે.પહેલી ઈનિંગ બાદ ફરી એકવાર ફાઈનલમાં વરસાદે દસ્તક આપી છે. જેના કારણે મેચ રોકી દેવામાં આવી છે. ચેન્નાઈએ અત્યાર સુધી માત્ર 3 બોલનો સામનો કર્યો છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 215 રનનો ટાર્ગેટ આપ્યો છે. મેચ માટે મેદાન તૈયાર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, ભારે વરસાદના કારણે મેદાનને ઘણું નુકસાન થયું છે. પરંતુ ફાઇનલ મેચ માટે બે કલાક વધારાનો રાખવામાં આવ્યો છે. જો મેચ ફરીથી 11.30 સુધી શરૂ થશે તો ઓવરોમાં કોઈ ઘટાડો થશે નહીં. 11.30 વાગ્યે અમ્પાયર ફરીથી મેદાનનું નિરીક્ષણ કરશે. હાલમાં મેચ શરૂ થવાની કોઈ શક્યતા નથી. મેદાનની હાલત ખૂબ જ ખરાબ લાગે છે.