વરસાદ અને વાવાઝોડાને લઇ મોટી આગાહી કરવામાં આવી છે. જેમની આગાહી ક્યારેય નથી ફગી એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહીથી ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલે કહ્યું કે 10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો મોટો ખતરો છે.
અંબાલાલ પટેલે આગાહી કરી કે અરબ સાગરમાં ચક્રવાત સર્જાઇ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે. 2 જૂને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. 4 અને 5 જૂને પવન અને વંટોળ ફૂંકાશે એવું પણ અંબાલાલે કહ્યું છે.
તો વળી પટેલે આગાહી કરી કે 7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થવાની શક્યતા છે. 14 જૂનથી ચોમાસાની ગતિવિધિ જણાશે એવું પણ શક્યતા છે. તો વળી હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે એટલે 29 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ચારેકોર તબાહી, ક્યાંક અંધાર પટ તો ક્યાંક તૈયાર પાક પતી ગયો
નવી આગાહીથી અનેક લોકોને ચિંતા થઈ રહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. તો વળી આવતીકાલે એટલે મંગળવારે, 30મી તારીખે પણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે.