Cricket News: હોળીની રાતે વિરાટ કોહલીનું બેટ જોરથી ગર્જ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સના બોલરોને મેદાનના ચારેય ખૂણામાં અદ્ભુત શોટ માર્યા, ત્યારે કોહલીએ મેચ બાદ T20 વર્લ્ડ કપ વિશે એવી વાત કહી કે તેના ટીકાકારો સાવ ચૂપ થઈ જાય! સોમવારે આઈપીએલ 2024ની છઠ્ઠી મેચમાં વિરાટ કોહલીએ માત્ર 49 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગા સહિત 77 રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 157થી વધુ હતો. આ સાથે આરસીબીએ પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.
કોહલી બે મહિનાના બ્રેક બાદ ક્રિકેટ એક્શનમાં પરત ફર્યો છે. જરાય શરમ વગર તેણે કહ્યું કે અમેરિકામાં ઓલિમ્પિક કાર્યક્રમ હોય કે T20 વર્લ્ડ કપ, તેનો ચહેરો આઇકન તરીકે રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રમેલી 378 T20 મેચોમાં કોહલીએ 8 સદી અને 92 અડધી સદીની મદદથી 12,092 રન બનાવ્યા છે અને તેની એવરેજ 41.26 રહી છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 122* રન છે. કોહલી T20માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર અને વિશ્વમાં છઠ્ઠો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે ટી20 વર્લ્ડ કપમાં કોહલીની પસંદગી પર શંકઓકરવામાં આવી રહી હતી. આ બાબતે કોહલીએ ટીકાકારોને કટાક્ષમાં જવાબ આપ્યો છે.
શું કહ્યું વિરાટ કોહલીએ?
“પ્રેક્ષકોએ વધુ ઉત્તેજિત થવું જોઈએ નહીં. માત્ર બે મેચ જ થઈ છે. હું ઓરેન્જ કેપનું મહત્વ જાણું છું. હું વર્ષોથી દર્શકોના પ્રેમમાં છું. લોકો રમવા વિશે ઘણી વાતો કરે છે. દિવસના અંતે, તમે સિદ્ધિઓ, આંકડા અને સંખ્યાઓ વિશે નહીં, પરંતુ યાદગીરી વિશે વાત કરો છો. આવું રાહુલ દ્રવિડનું કહેવું છે. મિત્રતા, પ્રેમ, પ્રોત્સાહન અને સમર્થન અદ્ભુત છે, તેમને ક્યારેય ભૂલશો નહીં.” “હું ટી-20માં ઓપનિંગ કરી રહ્યો છું.
હું ટીમને શાનદાર શરૂઆત આપવાનો પ્રયાસ કરીશ. પરંતુ જ્યારે વિકેટ પડે છે ત્યારે તમારે પરિસ્થિતિને પણ સમજવી પડશે. અહીંની પીચ પર રમવું સરળ નહોતું. અહીં બેવડી તેજી જોવા મળી હતી. યોગ્ય ક્રિકેટ શોટ રમવો મહત્વપૂર્ણ હતો. કોઈ એક પણ શોટ રમી શક્યું ન હતું. મેં થોડા પ્રયત્નો કર્યા, લાગ્યું કે બીજા છેડેથી લાંબા શોટની જરૂર છે. પરંતુ મેક્સવેલ અને અનુજ વહેલા આઉટ થઈ ગયા.”
“હું મેચ પૂરી ન કરી શક્યો, એનો અફસોસ છે. મારી પાસે બોલ સ્લોટમાં હતો અને મેં તેને સીધા ડીપ પોઈન્ટ સુધી રમ્યો. વેલ, બે મહિના પછી પરત ફરવું અને આવી ઇનિંગ્સ રમવી એ ખરાબ નહોતું. મારે એરિયલ કવર ડ્રાઇવ મારવી પડી કારણ કે બોલરોએ મને ગેપમાં રમવાની તક આપી ન હતી. રબાડા અને અર્શદીપ જાણતા હતા કે મેં સારી કવર ડ્રાઈવ ફટકારી છે, તેથી તેઓએ મને આ રીતે રમવાથી રોકવાનો પ્રયાસ કર્યો. તમે ગેમ પ્લાન લઈને આવો છો અને સતત સુધારો કરો છો.”
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
ભારતમાં આવેલું છે એક ચમત્કારિક તળાવ, માત્ર સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય, લોકોની લાઈન લાગે
“હું જાણું છું કે વિશ્વભરમાં T20 ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મારા નામનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ મને લાગે છે કે મારા હજુ પણ એ ક્રિકેટ એવું ને એવું છે.” મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે વિરાટ કોહલીને યુવાનો માટે જગ્યા બનાવવા માટે મનાવી લીધા હતો. જોકે કોહલીના પ્રદર્શનને જોતા એવું લાગી રહ્યું છે કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને તેની કોઈપણ કિંમતે જરૂર પડશે.