Cricket News: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ લાંબા સમય બાદ T20 ક્રિકેટમાં વાપસી કરી છે. 14 મહિના સુધી આ ફોર્મેટમાંથી બહાર રહ્યા બાદ હવે પસંદગીકારોએ તેને અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં તક આપી છે. પરંતુ પ્રથમ બે T20માં તેના બેટમાંથી કોઈ રન આવ્યા ન હતા. આમ છતાં પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે રોહિત શર્માના વખાણ કર્યા છે.
દિનેશ કાર્તિકે બીજી ટી20 મેચ બાદ કહ્યું, “એક કેપ્ટન તરીકે એકમાત્ર નિષ્ફળતા. રોહિત શર્મા બે વખત શૂન્ય પર આઉટ થયો હતો પરંતુ તે આ બાબતથી ચિંતિત નહીં હોય. તે લાંબા સમય બાદ આ ફોર્મેટમાં કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યો છે. તે પ્રથમ મેચમાં રનઆઉટ થયો હતો. તેનો પ્રયાસ બીજી મેચમાં કંઈક મોટું કરવાનો હતો. પરંતુ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ભારત ખૂબ સારું રમ્યું.
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે પરત ફર્યો છે. પ્રથમ મેચમાં તે બીજા બોલ પર કોઈ રન બનાવ્યા વગર રનઆઉટ થયા બાદ પરત ફર્યો હતો. બીજી મેચમાં પણ તે પ્રથમ બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો અને ખાતું ખોલાવ્યા વિના જ પરત ફરવાની ફરજ પડી હતી.
રોહિત શર્માએ વર્ષ 2007માં પોતાની T20 કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની પ્રથમ ટી20 ઈંગ્લેન્ડ સામે રમી હતી. જે T20 વર્લ્ડ કપ 2007ની મેચ હતી. અત્યાર સુધી રોહિતે ટી20માં 150 મેચ રમીને 3853 રન બનાવ્યા છે.