ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં એક એવો રેકોર્ડ બનવા જઈ રહી છે, જે અત્યાર સુધીના ઈતિહાસમાં નથી બન્યો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પહેલાથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. તેણે ક્વોલિફાયર-1માં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (GT)ને હરાવ્યો હતો.
પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી ગુજરાતને વધુ એક તક મળી છે. તે આજે (26 મે) મુંબઈ ઈન્ડિયન્સ સામે ક્વોલિફાયર-2 રમશે. અહીં જે ટીમ જીતશે તે ફાઇનલમાં ચેન્નાઇ સાથે ટકરાશે. જો ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચશે તો IPL ઇતિહાસમાં એક તોફાની રેકોર્ડ સર્જાશે.
ગુજરાત ફાઇનલમાં પહોંચતાની સાથે જ રેકોર્ડ બની જશે
આ રેકોર્ડ શરૂઆતની મેચ અને ફાઈનલ સાથે સંબંધિત છે. વાસ્તવમાં, IPLના ઈતિહાસમાં અત્યાર સુધી, ઓપનિંગ મેચ રમી રહેલી બંને ટીમો એક જ સિઝનની ફાઇનલમાં પહોંચી નથી. જો ગુજરાત ક્વોલિફાયર-2માં મુંબઈને હરાવી ફાઇનલમાં પહોંચે છે તો આ વખતે તે રેકોર્ડ બની જશે.
તમને જણાવી દઈએ કે વર્તમાન સિઝનની ઓપનિંગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે 31 માર્ચે અમદાવાદમાં રમાઈ હતી. ત્યારબાદ ગુજરાતે તે મેચ 5 વિકેટે જીતી લીધી હતી. હવે જો બંને ટીમો ફાઇનલમાં ટકરાશે તો ચેન્નાઈની ટીમ એ હારનો બદલો લેશે અને 5મી વખત ટાઈટલ જીતશે.
IPL ઓપનિંગ મેચ સંબંધિત મહત્વના આંકડા
પ્રથમ મેચ રમનાર ટીમ માત્ર 5 વખત (2011, 2014, 2015, 2018, 2020) ચેમ્પિયન બની હતી.
પ્રથમ મેચ જીતનારી ટીમ માત્ર 3 વખત (2011, 2014, 2018) ચેમ્પિયન બની હતી.
– માત્ર 2 વખત (2015, 2020) પ્રથમ મેચ હારનારી ટીમ ચેમ્પિયન બની હતી, બંને વખત મુંબઈની ટીમે આ કારનામું કર્યું છે.
ચેન્નાઈની ટીમ 4 વખત ચેમ્પિયન બની હતી, જ્યારે ગુજરાતની ટીમ એક વખત ચેમ્પિયન બની હતી.
IPLમાં 5 વખત ટાઈટલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના નામે છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019, 2020 સીઝનમાં આ તમામ ખિતાબ જીત્યા છે. આ સિવાય ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે બીજી સૌથી વધુ 4 વખત (2010, 2011, 2018, 2021) ટાઇટલ જીત્યું છે.
આ પણ વાંચો
ગરમીથી મોટી રાહત: હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ બે વખત ટાઇટલ જીત્યું છે (ડેક્કન ચાર્જર્સ 2009, સનરાઇઝર્સ હૈદરાબાદ 2016). કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ બે વખત (2012, 2014) ચેમ્પિયન બની હતી. આ ત્રણ ટીમો સિવાય રાજસ્થાન રોયલ્સ (2008) અને ગુજરાત ટાઇટન્સ (2022) 1-1 વખત ટાઇટલ જીતી ચૂકી છે.