IND vs AUS : ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ અગાઉ ઈજાગ્રસ્ત બની ગયો છે. રવિવારે પ્રેક્ટિસ દરમિયાન રોહિતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ખરેખર, રોહિત થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે બોલ તેના પેડને અડ્યો હતો અને ઘૂંટણમાં વાગ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ તારીખ 26મી ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાવાની છે અને તેના ચાર દિવસ પહેલા જ રોહિતની ઈજા ભારત માટે સારા સમાચાર નથી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલ 1-1થી બરોબરી પર છે. ભારતીય ટીમની નજર આગામી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં ધાર મેળવવા પર રહેશે. રોહિત પહેલા ભારતીય ટીમનો બેટ્સમેન કેએલ રાહુલ પણ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. રાહુલના હાથમાં ઈજા થઈ હતી જે પછી ફિઝિયોને મેદાન પર આવવું પડયું હતુ.
મંજુલિકા જેવા કપડા પહેરીને સ્ટેજ પર આવી યુવતી, પછી કર્યો આવો ડાન્સ- વીડિયો વાયરલ
પીએમ મોદી કુવેત માટે રવાના, ૪૩ વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો પહેલો પ્રવાસ, જાણો પુરો કાર્યક્રમ
એરટેલના આ ગ્રાહકોને હવે ZEE5ની મફત ઍક્સેસ મળશે, હજારો મૂવીઝનો આનંદ માણી શકશે
પીડામાં જોવા મળ્યો રોહિત
રોહિતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તે પોતાના ઘૂંટણમાં આઇસ પેક લગાવતો જોવા મળી રહ્યો છે. રોહિત આ શ્રેણીમાં ફોર્મ પાછું મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રોહિતની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પણ પ્રેક્ટિસ દરમિયાન તે દર્દમાં દેખાતો હતો. રાહુલની ઈજા અંગે કોઈ સ્પષ્ટતા નથી અને તેણે શા માટે તબીબી મદદ માંગી તે અંગે પણ ટીમ મેનેજમેન્ટે કોઈ નિવેદન જારી કર્યું નથી. રાહુલ હાલના પ્રવાસમાં ફોર્મમાં રહ્યો છે, તેણે છ ઈનિંગમાં 47ની અસરકારક સરેરાશથી 235 રન ફટકાર્યા હતા.