Cricket News: મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાં સામેલ છે. પરંતુ શું તમે બંને ક્રિકેટર્સની પ્રોપર્ટી વિશે જાણો છો? મહેન્દ્ર સિંહ ધોની IPLમાંથી 12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ ઉપરાંત, તેમના રોકાણો, સોશિયલ મીડિયા ફી, માલિકીની બ્રાન્ડ્સ અને રિયલ એસ્ટેટ રોકાણ સહિત તેમની કુલ સંપત્તિ રૂ. 1000 કરોડથી વધુ છે. જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ તો તેની આઈપીએલ સેલેરી 15 કરોડ રૂપિયા છે.
વિરાટ કોહલીની નેટવર્થ કેટલી છે?
IPL સેલેરી સિવાય વિરાટ કોહલી સોશિયલ મીડિયાથી કરોડો રૂપિયા કમાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1,050 કરોડ રૂપિયા છે, જે મહેન્દ્ર સિંહ ધોની કરતા વધુ છે. વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 252 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મહેન્દ્ર સિંહ ધોનીની સરખામણીએ કોહલીની કુલ સંપત્તિ અંદાજે 50 કરોડ રૂપિયા વધુ છે. જ્યારે ભારતના સૌથી અમીર ક્રિકેટરની વાત કરીએ તો સચિન તેંડુલકર ટોપ પર છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
વિરાટ કોહલી BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A++ ગ્રેડમાં
તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. તે જ સમયે, વિરાટ કોહલી BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A++ ગ્રેડનો ભાગ છે. વિરાટ કોહલી આમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે.