પંડ્યા અને કોહલી વચ્ચે ચાલી રહ્યો છે જાની દુશ્મન જેવો ડખો? હાર્દિક પંડ્યાની આ હરકતથી આખા ગામમાં ખળભળાટ મચી ગયો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

VIRAT KOHLI-HARDIK PANDYA: આ સમયે ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે અણબનાવના સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી પ્રથમ વનડે મેચમાં કંઈક એવું થયું હતું, જે બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો બાદ તેના ફેન્સ વિવિધ અટકળો લગાવી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યા કેવું એક્શન કરી રહ્યો છે.

 

BIG BREAKING: દેવાયતના જામીન અંગે મોટા સમાચાર, હજુ પણ ‘રાણો રાણાની રીતે’ નહીં જ જીવી શકે, ફરી સુરસુરિયું થયું!

ધોનીના સંન્યાસને લઈ મોટો ખુલાસો, ઋષભ પંત અને આ માણસને પહેલાથી જ બધી ખબર હતી, ખુદ ધોનીએ કહ્યું હતું

જાહેરમાં જ રસ્તા વચ્ચે આ વ્યક્તિએ નીતા અંબાણીને ગળે લગાવી લીધી, પતિ મુકેશ અંબાણી દૂર ઉભા બસ જોતા જ રહ્યા

 

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં વિકેટ પડવાની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે વિરાટ કોહલી ઉજવણી દરમિયાન ગેરવર્તણૂકનો શિકાર બન્યો હતો. જો કે આ પાછળનું સત્ય હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

https://www.instagram.com/ahmarzamanofficial/?utm_source=ig_embed&ig_rid=6ce91676-3e35-48ea-beec-7f62c66a558f

પ્રથમ વનડેમાં જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શ્રીલંકાની વિકેટ પડી ગયા બાદ ઉજવણી કરી રહ્યા હતા, તે સમયે ખેલાડીઓ એકબીજા સાથે હાઈ-ફાઈવ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને અવગણીને તેની સાથે હાથ મિલાવ્યો ન હતો અને વિરાટ કોહલીના માથા પરની કેપ પણ હલાવી હતી.

પંડ્યાએ કોહલીના આ નિવેદનને પણ નજરઅંદાજ કર્યું

ત્યારબાદ વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાને કહ્યું હતું કે થોડું જુઓ. એટલું જ નહીં હાર્દિક પંડ્યાએ કોહલીના આ નિવેદનને પણ નજરઅંદાજ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે આ બધી મજાક હતી. આમાં કોઈ ગંભીરતા નથી.

વિરાટ કોહલી ઉજવણી દરમિયાન ગેરવર્તણૂકનો શિકાર બન્યો

ભારતીય ટીમે આ શ્રેણી 2-0થી પોતાના નામે કરી છે. હવે આ સીરીઝની છેલ્લી મેચ રવિવારે રમાવાની છે. ગઈકાલની મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે ભારતની બેટિંગ અત્યંત નબળી રહી હતી. ભારત તરફથી કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે ધીમી ઈનિંગ રમી હતી


Share this Article