વર્ષ 2022માં રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ હોય કે સુદીપ્તો સેનની ધ કેરલા સ્ટોરી, બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મળી. જ્યારે કાશ્મીર ફાઇલ્સે 250 કરોડથી વધુની કમાણી કરી હતી, ત્યારે કેરળ સ્ટોરી પણ ટૂંક સમયમાં આ આંકડો પાર કરવા જઈ રહી છે. કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી પંડિતોની હિજરતની વાર્તા બતાવવામાં આવી હતી. બીજી તરફ, ધ કેરળ સ્ટોરી અંગે, નિર્માતાઓ દાવો કરે છે કે આ ફિલ્મ કેરળની એક સાચી ઘટના પર આધારિત છે, જ્યારે કેરળની 30,000 થી વધુ છોકરીઓનું બ્રેઈનવોશ કરીને ધર્મ પરિવર્તનની રમત રમાઈ હતી. કાશ્મીર અને કેરળ બાદ હવે અજમેરની વાર્તા પર ફિલ્મ આવવાની છે.
અજમેરની વાર્તા પરની ફિલ્મ
હાલમાં જ અજમેરની એક સત્ય ઘટના પર ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું ટાઇટલ ‘અજમેર 92’ છે. આ ફિલ્મ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનવા જઈ રહી છે, જેનું નિર્દેશન પુષ્પુંદ્ર સિંહ કરી રહ્યા છે અને ઉમેશ કુમાર તિવારી નિર્મિત છે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું છે.
‘AJMER 92’ TO RELEASE ON 14 JULY… A #RelianceEntertainment presentation, #Ajmer92 will release in *cinemas* on 14 July 2023… Stars #KaranVerma, #SumitSingh, #SayajiShinde and #ManojJoshi… Directed by #PushpendraSingh… Produced by #UmeshKumarTiwari. pic.twitter.com/ddKnAedh6D
— taran adarsh (@taran_adarsh) May 26, 2023
250 છોકરીઓની વાર્તા
અજમેર 92 નું જે પોસ્ટર આવ્યું છે તે ઘણા અખબારોના કટિંગ્સમાંથી તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ઘણી મોટી અને સનસનાટીભરી હેડલાઈન્સ જોવા મળી રહી છે. જેમ કે- ‘250 કોલેજીયન યુવતીઓ બની શિકાર, નગ્ન ફોટા વહેંચવા લાગ્યા’, ‘એક પછી એક આત્મહત્યા પરથી પડદો ઉંચકાયો’, ‘આ આત્મહત્યા નહીં પણ હત્યા છે અને તેની પાછળ શહેરના મોટા લોકોનો હાથ છે’.
અંબાલાલ પટેલે કરી આકરી આગાહી, 10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ગુજરાત પર મોટો ખતરો
તમારે ખાસ જાણવા જેવા સમાચાર: 2000ની નોટ પર કોર્ટનો મોટો નિર્ણય, RBI વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી
શું છે અજમેરની ઘટના?
રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 1992માં અજમેરમાં આવી ઘટના બની હતી જેણે દરેકના દિલને હચમચાવી નાખ્યું હતું. કહેવાય છે કે અજમેરમાં લગભગ 300 છોકરીઓને નગ્ન ફોટાની આડમાં બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ ઘટનાને શહેરના એક મોટા પરિવાર અને તેમના નજીકના લોકોએ અંજામ આપ્યો હતો. મેકર્સે પોસ્ટરમાં 250 છોકરીઓનો ઉલ્લેખ કર્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 14 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.