Allu Arjun Arrested : પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. ફિલ્મ “પુષ્પા 2: ધ રૂલ”ના પ્રીમિયર દરમિયાન થિયેટરમાં મૃત્યુ પામેલી એક મહિલાના ગૂંગળામણના મોતના સંદર્ભમાં ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુન અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ 35 વર્ષીય રેવતી તરીકે થઈ છે. મહિલાની સાથે તેના 13 વર્ષના પુત્રને પણ ગૂંગળામણ થઈ હતી અને તેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ વિરુદ્ધ ચિકદપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (બીએનએસ)ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
પોલીસે આપેલા નિવેદન અનુસાર અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે રાત્રે લગભગ 9.30 વાગ્યે પોતાના પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સ સાથે થિયેટર પહોંચ્યો હતો. જ્યારે સેંકડો લોકો તેની એક ઝલક જોવા માટે પરિસરમાં ઉમટી પડ્યા, ત્યારે તેમની સુરક્ષા ટુકડીએ ભીડને ધક્કો મારવાનું શરૂ કર્યું, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. અભિનેતા અને તેની સુરક્ષા ટીમે ભીડની સાથે થિયેટરના નીચલા બાલ્કની વિસ્તારમાં પ્રવેશ કર્યો. રેવતી અને તેનો દીકરો ગૂંગળામણ અનુભવતા હતા. પોલીસ કર્મચારીઓએ તેને લોકોની બહાર ખેંચીને તેના પુત્રને સીપીઆર આપ્યો હતો અને તરત જ તેને નજીકની દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાદમાં ડોક્ટરે જણાવ્યું હતું કે મહિલાનું મોત નીપજ્યું હતું અને પુત્રને વધુ સારી સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી હતી.
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
પીડિતાના પરિવારે કરી હતી ફરિયાદ
અભિનેતા અલ્લુ અર્જુને આ કેસમાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરવા માટે ૧૧ ડિસેમ્બરે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. અર્જુને એફઆઈઆર રદ કરવા અને અરજીના નિકાલ સુધી ધરપકડ સહિતની આગળની તમામ કાર્યવાહી પર સ્ટે મૂકવાની માગણી કરતી અરજી કરી હતી. તેમને આશા હતી કે આગામી દિવસોમાં હાઈકોર્ટ આ કેસની સુનાવણી કરશે, પરંતુ તેઓ આવું કરે તે પહેલા જ તેલંગાણા પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. અગાઉ અભિનેતાએ મહિલાના પરિવારને રૂપિયા 25 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.