સુપરસ્ટાર યશની લોકપ્રિયતા આસમાને પહોંચી છે, પરંતુ આજે આપણે તેના વિશે નહીં પરંતુ તે અભિનેત્રી વિશે વાત કરવાના છીએ જેના પ્રેમમાં અભિનેતા છે.
આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ યશની પત્ની રાધિકા પંડિત છે. તમને જણાવી દઈએ કે, 7 માર્ચે રાધિકા પંડિતનો જન્મદિવસ હતો. તો ચાલો આજે અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક માહિતી આપીએ.
રાધિકાનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. જો કે અભિનેત્રી શિક્ષિકા બનવા માંગતી હતી, પરંતુ તેણીના બી.કોમના અભ્યાસ દરમિયાન, તેણીના એક મિત્રએ તેણીને કન્નડ ટીવી શો ‘નંદા ગોકુલા’ ઓફર કરી અને આ રીતે તેણીએ અભિનયની દુનિયામાં પગ મૂક્યો.
આ સિરિયલ હિટ થયા બાદ તેને અન્ય ટીવી સિરિયલમાં કાસ્ટ કરવામાં આવી અને અહીંથી તેની નવી સફર શરૂ થઈ. તેને દિગ્દર્શક શશાંકે તેની ફિલ્મો 18મી ક્રોસ અને મોગીન્ના મનસુમાં કાસ્ટ કરી હતી.
તમને જણાવી દઈએ કે, રાધિકા અને યશ ટીવી સીરિયલ ‘નંદા ગોકુલા’ના સેટ પર મળ્યા હતા. આ સિરિયલમાં રાધિકાની સામે યશને કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી બંને ફિલ્મ મોગીન્ના મનસુમાં પણ જોવા મળ્યા હતા.
સાથે કામ કરતી વખતે રાધિકા અને યશ મિત્રો બન્યા અને પછી ધીમે ધીમે બંનેની આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે, બંનેએ તેમના સંબંધો વિશે કોઈને જાણ થવા દીધી ન હતી.
લાંબા સમય સુધી તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા પછી, બંનેએ સગાઈ કરી અને પછી વર્ષ 2016 માં લગ્ન કર્યા.
માવઠાનો માર સહન નથી થતો અને ત્યાં હવામાન વિભાગે કરી કરા પડવાની આગાહી, આ જિલ્લામાં બરફનો વરસાદ થશે
આજના સમયમાં બંને પુત્રી આયરા અને પુત્ર યથર્વના માતા-પિતા છે. યશ અને રાધિકા અવારનવાર તેમના બાળકો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.