વેલેન્ટાઈન ડેના અવસર પર બોલિવૂડ સુપરસ્ટાર કાર્તિક આર્યેને સિનેમા પ્રેમીઓને એક ફની ઓફર આપી છે. વાસ્તવમાં, શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ ‘પઠાણ’ હજુ પણ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. તે જ સમયે, કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહજાદા’ સાથે, ઘણી હોલીવુડ ફિલ્મો પણ રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં, તેની ફિલ્મની ભવ્ય શરૂઆતની ખાતરી કરવા માટે, કાર્તિક આર્યને તેના ચાહકોને સરપ્રાઈઝ આપી છે.
Bantu aur Samara ki taraf se #HappyValentinesDay ❤️
Aur saath mein ek Shehzada offer… Book your ticket today and get 1 ticket free for your loved one ♥️ via Pvr App!! #Shehzada This Friday #17thFeb 👑 pic.twitter.com/m6JSrZNGco
— Kartik Aaryan (@TheAaryanKartik) February 14, 2023
ચાહકોને આ સરપ્રાઈઝ મળશે
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કાર્તિક આર્યને તેના તમામ ચાહકોને જાણ કરી છે કે આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ જો કોઈ વ્યક્તિ ‘શહજાદા’ માટે ટિકિટ બુક કરશે તો તેને એક ટિકિટ ફ્રીમાં મળશે. આ સાથે કાર્તિકે સોશિયલ મીડિયા પર તાજમહેલની સામે કૃતિ સેનન સાથે ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે.
ટિકિટ કાઉન્ટર પર શા માટે ‘શહેજાદા’ ઠંડી પડી?
ગુજરાતના આ ગામનું તો નામ જ છે વેલેન્ટાઈન ડે, 3 પેઢીથી અહીં 90 ટકા લોકો કરી રહ્યા છે પ્રેમલગ્ન
જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી
રોહિત ધવન દ્વારા નિર્દેશિત, ફિલ્મ ‘શહેજાદા’ 2020 માં આવેલી તેલુગુ ફિલ્મ ‘આલા વૈકુંઠપ્રેમુલો’ની હિન્દી રિમેક છે. તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુને ‘આલા વૈકુંઠપ્રેમુલો’માં અભિનય કર્યો છે અને આ ફિલ્મનું ડબ વર્ઝન ‘શહેજાદા’ની રિલીઝના થોડા દિવસો પહેલા જ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ટ્રેડ વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે કાર્તિક આર્યનની ફિલ્મ પહેલા દિવસે 7 થી 7.5 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.