મોંઘવારીમા સતત વધારો થઈ રહ્યો છે. સમાન્ય જનતા માટે હવે જીવન જરૂરીયાતની ચીજો માટે પણ ભાવ વધતા મુશ્કેલી ઉભી થઈ છે. આ વચ્ચે ફરી એકવાર ખાધ તેલના ભાવમા વધારો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં ડબ્બામાં રૂપિયા 50 નો વધારો ઝીંકાયો છે. આ મુજબ હવે સિંગતેલના 15 કિલોનો ડબ્બાનો ભાવ જે પહેલા ભાવ રૂ. 2770 હતા તે વધીને 2820 થઈ ગયા છે. બીજી તરફ મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન થઈ રહ્યુ છે.
સીંગતેલના ભાવમાં ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો
જો કે સિંગતેલ સિવાય અન્ય તેલોનાં ભાવમાં હાલ કોઈ ફેરફાર થયો નથી. અન્ય તેલની વાત કરીએ તો કપાસિયા તેલનાં ડબ્બાનાં ભાવ 1940 થી 1990 રૂપિયા ચાલી રહ્યા છે.
સિંગતેલના ભાવ વધારા વચ્ચે હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 10 થી 12 હજાર ગુણી મગફળી આવી રહી છે. રૂ. 1300 થી 1650 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. ભાવ વધારાનુ કારણ કહેવામા આવી રહ્યુ છે કે સિંગતેલ માટે મગફળી પિલાણ થઈ રહ્યુ નથી જેથી ભાવમાં વધારો થઈ રહ્યો છે.
જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી
સોનાનો ભાવ ધડામ કરતો નીચે ખાબક્યો, એક તોલાના ભાવ જાણીને હાશકારો મળશે, સમજો ખરીદવાનો મોકો આવી ગયો
મળતી માહિતી મુજબ સીંગતેલમાં છેલ્લા બે દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે વેપારીઓનું કહેવુ છે કે આગામી સમયમા હજુ પણ ભાવ વધારો થશે. સીંગતેલનો ડબ્બો 3,000ને પાર જઈ શકે છે. બીજી તરફ કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે જેથી 2050 ડબ્બાનો ભા હાલ છે. સન ફલાવર તેલમાં 30 રૂપિયાનો ઘટાડા સાથે ભાવ 2060, સોયાબીન તેલમાં 40 રૂપિયાનો ઘટાડા સાથે ડબાનો ભાવ 2100 રૂપિયા, પામોલિન તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થતા તેલનો ડબો 1550 રૂપિયામા વેંચાઈ રહ્યો છે.