ગુજરાતના 160 રસ્તા, 3 નેશનલ હાઇવે અને 14 રાજ્ય ધોરીમાર્ગ વરસાદને કારણે બંધ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: મુશળધાર વરસાદને કારણે ટ્રેનોના સંચાલનને અસર થઈ છે, તો રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પરના વાહનવ્યવહારને પણ અસર થઈ છે. વરસાદના કારણે રાજ્યના 160 રસ્તાઓ બંધ છે, 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 14 રાજ્ય ધોરીમાર્ગો પણ બંધ છે. આ સાથે પંચાયતો હેઠળના 152 રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકાઓમાં સારો વરસાદ થયો છે.

રાજ્યના કચ્છ, છોટા ઉદેપુર અને ભરૂચમાં એક-એક હાઇવે બંધ કરવામાં આવ્યો છે. ભરૂચમાં સૌથી વધુ 69 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પંચમહાલના 22 અને વડોદરાના 20 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરાયો છે. રાજ્યમાં સોમવાર સુધી ભારે વરસાદને કારણે 12,444 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આમાં 617 લોકોને બચાવવામાં આવ્યા છે.

આજે ગણેશ ચતુર્થીમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, ગુજરાતના આટલા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીથી તબાહી

છૂપાવવા છતાં કલોક ભાજપનો ઉકળાટ બહાર આવી ગયો, ધડાધડ 9 કોર્પોરેટરના રાજીનામાં, સામે આવ્યું વિવાદનું મોટું કારણ

નવી સંસદ ભવન કાર્યરત થતાં જ અનેક સવાલનો ખડકલો, તો હવે જૂની સંસદનું શું થશે? સરકારે આપ્યો કંઇક આવો અટપટો જવાબ

રાજ્યમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે NDRFની 5 ટીમો અને STRFની 13 ટીમોને વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એરફોર્સના હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.


Share this Article