અમદાવાદ ખાતે ભારતના ચૂંટણી પંચના અધિકારીઓની યોજાઈ ચોથી રીજનલ કૉન્ફરન્સ, ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે કરાઈ સમીક્ષા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ટીમની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચોથી એક દિવસીય રીજનલ કોન્ફરન્સ સહ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા 5 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી તથા સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર્સ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી ચૂંટણીને લગતી તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોની ચૂંટણીની તૈયારીઓ માટે રીજનવાઈઝ સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે. ગત તા. 31 ઑક્ટોબરના રોજ ચંદીગઢ, તા.09 નવેમ્બરના રોજ ચેન્નઈ અને તા. 20 નવેમ્બરના રોજ ગૌહાટી ખાતે રીજનલ કૉન્ફરન્સ બાદ અમદાવાદ ખાતે યોજાયેલી ચોથી રીજનલ કૉન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, ગોવા તથા દીવ, દમણ અને દાદરા નગરહવેલીના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓ અને સ્ટેટ નોડલ પોલીસ ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નિતેશકુમાર વ્યાસ, નાયબ ચૂંટણી કમિશનર અજય ભાદુ, નાયબ ચૂંટણી કમિશનર મનોજ કુમાર સાહુ, મહાનિર્દેશક ડૉ. નીતા વર્મા, નિયામક સુશ્રી દિપાલી માસિરકર તથા મુખ્ય અગ્ર સચિવ એન. એન. બુટોલીયા સમક્ષ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, ગોવા તથા દીવ, દમણ અને દાદરા નગરહવેલીના મુખ્ય નિર્વાચન અધિકારીઓ અને સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર્સ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની વિગતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાર નોંધણી, મતદાન મથકો પર આવશ્યક પ્રાથમિક સુવિધાઓ અને મૅનપાવરની જરૂરિયાત અને ઉપલબ્ધતા વિશે પણ ECI ટીમને માહિતગાર કરવામાં આવ્યા હતા. લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ અંગે ECI ટીમે તમામ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ક્ષતિરહિત મતદારયાદી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન દ્વારા મતદાન વધારવા વિવિધ કાર્યક્રમો, વિવિધ IT એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ, ચૂંટણી ખર્ચ વ્યવસ્થાપન અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ અને સ્ટાફને તાલીમ તથા સુસજ્જતા કેળવવા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

મહિલાઓ, યુવાનો, વરિશ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો, ત્રીજી જાતિના લોકો અને અતિ સંવેદનશીલ આદિવાસી જુથોની મતદારયાદીમાં સમાવેશકતા સુનિશ્ચિત કરવા પર પણ ભાર મુકવા માં આવ્યો હતો.વધુમાં ECI ટીમ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન રાજકીય પક્ષો તેમજ અન્ય સ્ટેક હોલ્ડર સાથે પરામર્શ કરવા ભાર આપવામાં આવ્યો.

ભારતીયોને મળશે વધુ એક દેશમાં વિઝા-ફી એન્ટ્રી, ઈરાને ભારત સાથે 33 દેશો માટે વિઝા માફ કરવાનો લીધો નિર્ણય

શું તમે ક્યારેય પૃથ્વીનો અવાજ સાંભળ્યો છે, તમે પણ ચોંકી ઉઠશો ઘરતીને અવાજ કરતા જોઈને!!

BREAKING NEWS: CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખ ફેરફાર, જાણો શું નવી તારીખ?

ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓ તથા સ્ટેટ પોલીસ નૉડલ ઑફિસર્સને શાંતિપૂર્ણ, સહભાગી અને સમાવેશી, પ્રલોભનમુક્ત અને સલામત મતદાન સુનિશ્ચિત કરવા માટે આવશ્યક તમામ આગમચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.


Share this Article