કળા એ લોકોના દિલ સાથે સીધી જોડાયેલી વાત છે. લાગણી સાથે જોડાયેલ માણસને કળા પ્રત્યે હંમેશા આદરભાવ રહેતો હોય છે. ત્યારે અમદાવાદમાં રોજ બરોજ કળાના અનેક પ્રદર્શન યોજાતા હોય છે.
એ જ અરસામાં આલિઓંસ ફ્રોંસેઝ દ્વારા પણ એક સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો.
ફેદરીક નોય દ્વારા આખું સેશન સરસ રીતે માહિતીસભર યોજાયું અને લોકોનો અદ્ભૂક રિસપોન્સ જોવા મળ્યો હતો.
ફેદરીક નોય ફોટો જર્નાલિઝમની દુનિયાનું ખૂબ જાણીતું નામ છે. હાલ તેવો પોતાના ભારત પ્રવાસ પર છે ત્યારે તેઓએ આલિઓંસ ફ્રોંસેઝ અમદાવાદ સાથે મળીને “વકાલીવુડ”નામથી એક ભવ્ય એક્ઝિબિશનનુ ઉદ્ઘાટન કર્યું છે.
આ એક્ઝિબિશન તારીખ ૨૧થી તારીખ 7 મે સુધી ફ્રેન્ચ ગેલેરી ઓલિઓંસ ફ્રોંસેઝ અમદાવાદમાં રહેશે.
ફેદરીક નોય પોતાના જીવનનો ઘણો લાંબો સમય એફ્રીકાના વિવિધ દેશોમાં વિતાવ્યું છે.એફ્રીકાના વિવિધ અંતરીયાળ પ્રદેશોમાં જઈ તેવો અલગ અલગ વિષય પર ફોટો જર્નાલિઝમની પ્રકાશિત કર્યું છે.
તેવોએ યુગાન્ડાના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા આઈ.સી.જીની ફિલ્મોના બિહાઈન્ડ ધ સીન્સ પર એક પુસ્તક પ્રકાશિત કર્યું છે.
જેનું નામ વકાલીવુડ રાખવામાં આવ્યું હતું એજ બિહાઈન્ડ ધ સીન્સનું એક્ઝિબિશન ઓલિઓંસ ફ્રોંસેઝમા રખવા આવ્યું છે. ગત શુક્રવારે એક્ઝિબિશનનો ઉદ્ઘાટન સમારોહ રાખવા આવ્યો હતો જેને અંદર અમદાવાદના કલા પ્રેમીઓ સાથે ફેદરીક નોય પણ હાજરી આપી હતી.