Family Planning Association of India દ્વારા અમદાવાદ ખાતે વ્યાપક લૈંગિકતા શિક્ષણ અને જીવન કૌશલ્ય વિકાસ ટોપિક પર તાલીમ હાથ ધરવામાં આવી હતી. વિવિધ નિષ્ણાતોએ ઉંડી સમજ સાથે સતત 6 કલાક સુધી જ્ઞાન પીરસ્યું હતું. ડોક્ટર નેહા લુહાર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. તો વળી અમદાવાદમાંથી આવા 15થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને આ ટોપિક પર ઉંડી સમજ મેળવી હતી.
સામાન્ય રીતે પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષ પ્રત્યે સંબંધ બાંધવામાં રસ હોય છે. પરંતુ આ દુનિયામાં એવા પણ લોકો વસી રહ્યા છે કે જ્યાં પુરુષને પુરુષ સાથે એટલે કે ગે, સ્ત્રીને સ્ત્રી સાથે એટલે કે લેસબિયન અને જેમને પુરુષ તેમજ સ્ત્રી બંન્ને સાથે સેક્સ કરવાની ઈચ્છા થતી હોય એટલે કે બાય સેક્સ્યુઅલ.. આવા લોકોએ સાથે મળીને ટ્રેનિંગ લીધી હતી. એમને પણ દુનિયાએ આજ નહીં તો કાલે અપનાવવા જ પડશે, કારણ કે એ પણ એક કુદરતી લાગણી જ છે, કોઈ પાપ નથી કરતાં.
ત્યારે અમદાવાદ ખાતે આવા લોકોને સાથે મળી, એમને સ્વીકારી Family Planning Association of India દ્રારા સરસ ટ્રેનિંગ હાથ ધરી સેવાનું કામ કરવામાં આવ્યું હતું. આ સાથે જ એ પ્રકારના લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના વિશે ખુલીને દિલ ખોલીને વાત કરી હતી.