દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને રોટરી કલબ અમદાવાદ દીવ્યમ, માતૄભારતી, લોક પત્રિકા અને પ્રીન્ટ વિઝન ના સહયોગથી સ્પંદન અટાયર સ્ટુડિયો અમદાવાદમાં દિવ્યાંગો કવિ સંમેલન યોજાયું. ૧૨ દિવ્યાંગો ૫ વરિષ્ઠ કવિઓ અને ૬ મહિલાઓ કાવ્ય પઠન કર્યું. દર્શિતા મીનાક્ષીબેન બાબુભાઇ શાહ , ઇવાબેન પટેલ, દૃષ્ટિ શાહ, પૂનમ અગ્રવાલ, ખુશી ત્રીપાઠી, ચંદ્રેશ ભાઈ પ્રજાપતિ, કલ્પેશ સોલંકી, ડાભી સાહિલ, અમિતા પટેલ, કલ્પેશ સોલંકી, રચના શાહ અને રાખી શાહ એ કવિતા નું પઠન કર્યું હતું. જેમાં દરેક ને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શ્વેતાબેન ગોર,ઇવાબેન પટેલ, દર્શિતા બેન બાબુભાઇ શાહ દ્વારા સરસ ગીતો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ઈવાબેન પટેલે સરસ સંચાલન કર્યું હતું.
કુ. દર્શિતા બાબુભાઇ શાહ “સખી” ના બે પુસ્તકો વિમોચન ” में और मेरे एहसास ” અને “હું અને મારા અહેસાસ” હિન્દી અને ગુજરાતી કવિતાના પુસ્તકનો વિમોચન થયું. ટ્રસ્ટી શ્રી ક્ષિતિશ શાહ, પ્રિન્સ, રોટરી કલબ સુપરીમ ના જીગર શાહ, સંગીતા શાહ, દીપા શાહ, વી. કે. પરમાર નિર્મલાબેન અને હેતલ દિપક શાહ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ માં ચા, વેફર, બિસ્કિટ અને સમોસા આપવામાં આવ્યાં.
દર્શિતા બાબુભાઇ શાહ દ્વારા એમના પપ્પા સ્વર્ગસ્થ બાબુભાઇ શાહ ના જન્મદિન નિમિત્તે આજે એમના પુસ્તકનું વિમોચન,જરૂરિયાત મંદોને ચોપડા,દીકરીઓને સેનેટરી નેપકીનનું વિતરણ, કવિ સંમેલન માં પઠન કરનારા તમામને સર્ટિફિકેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
જ્યાં ઉપર આકાશમાં વાદળ હતાં,
મેઘ રાજા ત્યાં જુઓ આગળ હતાં.
વર્ષોથી રાખ્યાં છુપાવી ને સખી
સ્નેહ નીતરતા બધા કાગળ હતાં
સખી
દર્શિતા બાબુભાઇ શાહ
મૈ ભલે હી વો કામ નહી કરતી
જીસસે ખુદા મિલે
પર વો કામ જરૂર કરતી હૂં
જીસસે દુઆ મિલે…
ઇવા પટેલ
ઝાડ કાપીને તમે અંહી આવ્યા હતા.
છાંયડે બેસીને,તમે દિલાસો ના કરો.
-કલ્પેશ સોલંકી ”કલ્પ”
જેમણે લાગણી ને સ્નેહના તણખલાથી બાંધ્યો છે માળો
ચંદનની જેમ ઘસીને જાત, મહેકાવ્યુ છે જીવન અમારુ
એકડો ગુંટાવતા આક્રરા બનતા, પરિક્ષા સમયે ઉઠવાનું એલાર્મ બનતા
અમિતા એ પટેલ
મારા પર જે વીતી છે તે હકીકત છે મારી,
ખાલી દેખાવ માટે હસવાનું મે છોડી દીધું છે.
દક્ષા રામી
અજાણ્યા હોય તો ફરિયાદ કરી લઉં
હૈયે વસેલા હેરાન કરે પછી કોને કહું?
જખ્મો આપનારને સદા માફ કરી દઉં
ખુદ જખ્મો ખોતરતા રહે તો કોને કહું?
સાહિલ ડાભી
નથી સંભળાતું કશુંય મને,
કર્કશ વાણી ને કટુ વેણ,
સાંભળવા પણ નથી મારે.
રચના શાહ
તારાથી એમ પણ નહીં બોલાય કે કાં કાં, તું જોઈ લેજે,
દર વખતે મજબૂરી જ મારશે પહેલો ઘા, તું જોઈ લેજે.
અલ્પેશ કારેણા
ફૂલોમાં છે આજ ખૂશ્બુ અનેક ગણી,
આંગણે આસપાસ તારા શ્વાસ છે.
ચંદ્રેશ પપ્રજાપતિ #રજ
કઠિન પથ પર હાથ પકડે એવા દોસ્તો ક્યાં?
આંખોથી જ સમજી શકે એવાં તમારા જેવા દોસ્તો ક્યાં?
રાખી શાહ
હું કસોટી પર જરા પરખાઈ જાઉં તો કહું
સ્વર્ણ છું સાબિત થવા ટીચાઈ જાઉં તો કહું
અભણ અમદાવાદી
ક્યાં કદી કોઈ કદર થઈ આપણી?
તોય પ્રગટાવીને રાખી તાપણી.
આ તરફ કાચું ગણિત મારું જરા,
ત્યાં સદા કરતા રહ્યા એ માપણી.
~સાકેત દવે… 💐
બઢ રહી હૈ તન્હાઈયાં કુછ ઇસ તરહ
કદમ મૂડકર તેરી તરફ અબ ચલને લગે હૈ
ઉતર રહી હૈ મય કુછ ઇસ તરહ
હમ ખુદ-્બખુદ હી ખુદ કો છલને લગે હૈ
પૂનમ અગ્રવાલ