ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના વિદાય સમારંભ અને વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદાય લઈને પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરનાર એમ એ પાર્ટ ટુ ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને આશીર્વચન આપવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર જીતેન્દ્રસિંહ વાઘેલા અને એસ.પી.યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના નિવૃત્ત અધ્યક્ષ અને પ્રોફેસર રોહિત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય અતિથિના વક્તવ્યો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહ્યા હતા. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.અરુણ વાઘેલાનું સ્વાગત પ્રવચન, પ્રો.ડો.વિકેશ પંડ્યા અને પ્રો.ડો.હરપાલ રાણાની શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહવર્ધક બની રહી હતી. શૈક્ષણિક કાર્યક્રમ બાદ બધાએ બપોરનું ભોજન લીધું હતું અને ત્યારબાદ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.