ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા બોલ સીઝન-૩ નું રાજીવ ગાંધી ભવન ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડિયા બોલ પસંદગી પામેલ પ્રતિભાશાળી યુવાનોને યુથ કોંગ્રેસમાં પ્રવક્તા તરીકેની પસંદગી કરવામાં કરવામાં આવશે.
ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઓમ જાટએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમ વિશે માહિતી આપતો જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દરેક સ્તરે દેશના યુવાનોને રાજકીય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કતિબદ્ધ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા બોલ દ્વારા દેશના યુવાનોને રાજ્યકીય મંચ મળશે તેના લીધે યુવાનો લોકતાંત્રિક રીતે પોતાની વાત રજૂ કરી શકશે. આ કાર્યક્રમ દ્વારા લાખો યુવાનો બોલવા માટે માઇક પૂરું પાડવામાં પડવા માટે યુવા કોંગ્રેસ મંચ આપશે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે પોતાની વાત રજૂ કરવા માટેની આઝાદી નથી ત્યારે યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમ પોતાની વાત રાખવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. ભ્રષ્ટાચાર અને તાનાશાહી સરકાર યુવાનોને દબાવી રહી છે ત્યારે યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમ થકી સરકાર સામે યુવાનો અવાજ ઉઠાવી શકશે. યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 25 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.
સારા સમાચાર! ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે અરજી કરવી
આ કોમ્પિટિશન જિલ્લા સ્તરે, રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં સૌને આવશે. સારા વક્તાઓને ભારતીય યુવા કોંગ્રેસમાં પ્રવક્તા તરીકેની પસંદગી કરવામાં તેની. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષભાઈ દોશી, યુવા કોંગ્રેસ પ્રવક્તા અરસદ રાજા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજસિંહ ચુડાસમા, ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવિણસિંહ વનોલ, મુકેશ આંજણા, રાજ મંડપવાલા , અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પ્રવીણ નકુમ વગેરે યુવા કોંગ્રેસ હોદેદારો હાજર રહ્યા હતા.