તારીખ ૧૨-૦૨-૨૦૨૩ એટલે કે મહિનાના બીજા રવિવારે વાસણા પ્રજાપતિ ગાર્ડનમાં “દાદા દાદીનો ઓટલો” દર વખતની જેમ સફળ રહ્યો.
શરૂઆત બાળકોએ પ્રાથૅનાથી કરી.સાથે હળવી કસરત પણ કરી.અમને નિયમિત સેવા “દાદા દાદીના ઓટલો”માં સેવા આપતા દાદીઓએ આ માસમાં આવતા શિવરાત્રીના તહેવારની વાત કરી હતી.વળી, ભગવાન શંકરની વાર્તા પણ કહી હતી.
આ રવિવારના “દાદા દાદીનો ઓટલો”માં બાળકો માટે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર હતા નીલેશભાઈ જાદુગર. જેમણે અવનવા જાદુના ખેલ બતાવી સૌ બાળકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.શ્રી નીલેશભાઈએ આપણા અલગ અલગ નવરસને ધ્યાનમાં રાખી કરેલા જાદુના ખેલને બાળકો અને મોટેરાઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.
આશરે ૧૦૦ જેટલા બાળકોની ઉપસ્થિતિને કારણે વાસણા પ્રજાપતિ ગાર્ડનનો ઓટલો ધારણા કરતાં વધુ સફળ રહ્યી હતો. જાદુગર નીલેશભાઈએ હવે પછીના તેમના આવનારા દરેક કાર્યક્રમમાં માતૃભાષા અભિયાનના આપણા લોગો સાથેના બેઝને કોટ પર લગાવવાની ખાતરી આપી હતી. અંતમાં રાષ્ટ્રગીત સાથે બાળકોને સીંગચણા આપી “દાદા દાદીનો ઓટલો”પૂર્ણ કર્યો હતો.